Book Title: Shatrunjay Mahatmya Sar Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 7
________________ નિ તથu> એકેકું ડગલું ભરે શત્રુંજય સમો જેહ, ઋષભ કહે ભવક્રોડના કર્મ ખપાવે તેહ.” જ્યાં જ્યાં દેવાધિદેવ તીર્થંકર પરમાત્માઓના ચ્યવન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાનનિર્વાણ થયા હોય તે સ્થાન તીર્થ બની જાય છે અને જયાં ૧૦૦ વર્ષથી પ્રાચીન પરમાત્મા કે જિનાલય હોય તે તીર્થ કહેવાય છે. જયારે શત્રુંજય તીર્થમાં તો અનંતકાળથી એક-એક કાંકરે અનંત અનંતા આત્માઓ મોક્ષમાં ગયા છે. એવા અનંત આત્માઓના પવિત્ર રજથી આ ભૂમિ પવિત્ર થઇ છે. ભૂમિના પરમાણુઓની એક આગવી અસર હોય છે. એક સંત જેઠ મહિનાનાં ભયંકર તાપમાં ધગધગતા રેતાળ ભાગમાંથી પસાર થઇ રહ્યા છે. ત્યાંજ એમની નજર ઉડતી એક ચકલી ઉપર પડી અને તે ચકલી તાપથી બેચેન બનેલી નીચે પડી અને તરફડવા લાગી. આ જોતા જ દયાર્દ્ર બનેલા સંત એ તરફડતી ચકલીને બચાવવા દોડ્યા અને નજીક પહોંચે તે પહેલા એક સૂકેલા વૃક્ષની બખોલમાંથી ધસમસતો આવતો સર્પ જોયો અને સંતના પગ થંભી ગયા. મુખમાંથી ચીસ નીકળી ગઇ કે એ ચકલી મરી ! ' પણ આશ્ચર્ય ! સર્ષ આવીને ચકલીને ઉપરથી છાયા કરી અને પોતાના શરીરનો પીંડ બનાવી તેની ઉપર બેસાડી દીધી અને ચકલી એકદમ શાંત થઇ ગઇ. થોડીવાર થઇ. ચકલી ઉડી ગઇ, સર્પ ચાલ્યો ગયો. આ દેશ્ય સંત જોતા રહી ગયા. અંતરથી આશ્ચર્યમાં ગરકાવ થયેલા સંત આગળ જઇ રહ્યા છે. મનમાં વિચારોના વમળમાં ફસાયા છે કે, આ શું હશે ? આમ કેમ બન્યું ? અને ત્યાંજ એક ખેડૂત મળી ગયો. સંતને આવકાર આપ્યો. પણ સંત વિચારમગ્ન હતા. એટલે ખેડૂતે કહ્યું, મહાત્મા શું કંઇ મૂંઝવણ છે ? જે હોય તે ફરમાવો. કંઇક માર્ગ નીકળશે. ત્યારે મહાત્મા બોલ્યા, ભાઇ ! આજે હું આવતો હતો ત્યારે મેં જે દશ્ય જોયું, તે વાત કરી અને પૂછ્યું કે સર્પને ચકલી ઉપર આવી દયા કેમ આવી ? ત્યારે ખેડૂતે કહ્યું કે, મહારાજ અહીં વર્ષો સુધી એક સંન્યાસીનો આશ્રમ હતો. તે આશ્રમનાં સંન્યાસી તથા તેમના શિષ્યો ખૂબજ ભલા હતા. જે કોઇ આ બાજુથી નીકળે તેને આવકારે, જમાડે, પાણી પીવડાવે તથા સેવાભક્તિ કરીને પછી જ જવા દે. આખો દિવસ ભગવાનની ભક્તિ ધૂન ચાલે, સત્સંગ ચાલે .Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 496