Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ - ૨ પ્રકાશદીય છે. શાશ્વત આનંદ... આનંદ થયા કરે છે. કારણ કે, તીર્થના ગુણગાન કરવાનો અવસર અમારા પ્રકાશનને મળ્યો છે. પરમપૂજય, પરમોપકારી, હાલાર દીપક, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં શિષ્યરત્ન, હાલારના હીરલા આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્યશ્રીને વયોવૃદ્ધા પૂજય સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી મહારાજે વિનંતી કરી કે, ‘સાહેબજી ! મારી છેલ્લી ઉંમરે એક આ ભાવના છે કે, ‘શ્રી શત્રુંજય માહાભ્ય' છપાય તો સારું.’ પૂજયશ્રીએ તેમની વાત સાંભળી પોતાની નાદુરસ્ત તબીયતમાં આટલું મોટું કાર્ય કેવી રીતે શક્ય બનશે ! તે માટે પોતાના લઘુ ગુરુબંધુ ગણિ શ્રી હેમપ્રભવિજયજી ને વાત કરી અને આ કાર્ય માટે તૈયારી થઇ. “આ રીતે પૂજ્યોનાં સહકારથી અને દાતાઓના આર્થિક સહયોગથી તીર્થ- ભક્તિના એક અંગભૂત આ ગ્રંથની ત્રીજી આવૃત્તિ આજે પ્રકાશિત કરી શક્યા છીએ.” જ શત્રુંજયનો મહિમા આ તીર્થનું ધ્યાન ધરવાથી - ૧૦૦૦ પલ્યોપમના જેટલા કર્મો નાશ પામે છે. આ તીર્થ ઉપર અભિગ્રહ ધારવાથી - લાખ પલ્યોપમ જેટલા કર્મો નાશ પામે છે. આ તીર્થ તરફ ચાલવાથી - એક સાગરોપમ જેટલાં કર્મો નાશ પામે છે. (શત્રુજય કલ્પવૃત્તિ) આ તીર્થ પર નવકારશી કરવાથી - બે ઉપવાસનો લાભ. પોરસી કરવાથી - ત્રણ ઉપવાસનો લાભ. જ પુરિમઠ્ઠ કરવાથી - ચાર ઉપવાસનો લાભ. એકાસણું કરવાથી - પાંચ ઉપવાસનો લાભ. આંબિલ કરવાથી - પંદર ઉપવાસનો લાભ. ઉપવાસ કરવાથી - ત્રીસ ઉપવાસનો લાભ. (શત્રુજય કલ્પવૃત્તિ) * આ તીર્થ ઉપર ધૂપ કરવાથી - ૧૫ ઉપવાસનો લાભ. * અને કપૂરનો ધૂપ કરવાથી - માસખમણનો લાભ થાય છે. (શત્રુજય કલ્પવૃત્તિ) * શત્રુંજય તીર્થનાં દર્શન અને પૂજનથી - ૩૦ ઉપવાસનો લાભ. તળેટીમાં એક પહોર જાગરણ કરવાથી - છ મહિનાના ઉપવાસનો લાભ. શત્રુંજય તીર્થને સાત વખત વંદન કરવાથી - ત્રીજે ભવે મોક્ષ. * ચૈત્રી પૂનમના દિવસે ૧૦, ૨૦, ૩૦, ૪૦ અને ૫૦ પુષ્પોની માળા ચઢાવવાથી અનુક્રમે ૧, ૨, ૩, ૪, ૫ ઉપવાસનો લાભ થાય. (ઉપદેશ પ્રસાદ સા. ૧૩)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 496