Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
ઘણાય ભાવિક જિજ્ઞાસુઓ પૂછે છે કે આના બે ભાગ કેમ ? તેનો સહુ પ્રથમ જવાબ છે કે ગ્રંથ ભેગો કરતાં ખૂબ જ મોટો થવાથી વાચકવર્ગને જોઈએ તેવી સાનુક્લતા ન પડે માટે. અને બીજી વાત અત્યારના ટેન્શનવાળા ઉપાધિઓના જમાનામાં લોકોની આંખનું તેજ ઘટવા માંડ્યું છે માટે અક્ષરો જરા વધુ મોટા ક્ય છે. જેથી વૃદ્ધ સુધીના આત્માઓને પણ વાંચનમાં તક્લીફ ન પડે અને વાંચતાં કંટાળો પણ ન આવે માટે.
ઓફસેટ પ્રિન્ટિંગમાં અમુક જોડાક્ષરો નથી આવતા આ તક્લીફ આપણે ચલાવી લેવી પડે છે. આ સિવાય પણ આપણે આ પુસ્તક માટે જેટલીવાતો લખીએ તેટલી ઓછી જ પડવાની છે.
આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપનાર મુનિવરનો મેં આભાર માનીને નામ નહિ લખવાનું કારણ પૂછ્યું ત્યારે ઉદાર વિચારવાલા એ મુનિવરે જવાબ દીધો કે મારે કામનું કામ છે. નામનું કામ નથી. નામ માટે કામ કરનારામાં સ્વાર્થ દેખાયા વગર રહેતો નથી. અને નિ:સ્વાર્થ કામ કરનારાની સુવાસ આપો આપ ફેલાઈ જાય છે. દાખલામાં જુઓ સંપ્રતિ મહારાજાએ લાખો પ્રતિમાઓ ભરાવી. પણ તેમનું નામ ક્યાંય વાંચવા મળે છે ખરું? અરે છેલ્લા ઉદ્ધારની પ્રતિષ્ઠા કરાવનાર પૂ. આ. ભગવંતે “ સરિભિ : પ્રતિષ્ઠિતમ ° આવા શબ્દ લખ્યા. આવી હતી આપણા પૂજયોની નિ:સ્વાર્થવૃતિને ગહન નમ્રતા. અત્યારે કહીશ તો જરુર બધાને જ કડવું લાગશે. આપણે તો પ્રભુની પલાંઠીની નીચેની જગ્યાને આપણું નામ લખવાની જગ્યા માની લીધી છે. આનો વિચાર આપણે સહુએ જાતે જ કરવાનો છે કે ક્યાં છે આપણામાં લધુતા ને નમ્રતા?)
શ્રી શત્રુંજ્યના અભિષેક પ્રસંગે પધારેલા ભાવિકો અને ટ્રસ્ટીઓ તરફથી એક ખાસ સૂચન કરવામાં આવ્યું કે આપણા આ પુસ્તકમાં અભિષેકનો પ્રસંગ ટૂંકાણમાં પણ સમાવી લેવો જોઈએ તે પ્રમાણે આ પુસ્તક્ના બીજા ભાગમાં છેલ્લે તે અભિષેકની ટૂંક નોંધ લખીને ઉમેરી દીધી છે. તેની ખાસ નોંધ લેવી. | | આ ગ્રંથનું છાપકામ શરુ થયા પછી પણ પૂ. આચાર્ય મ. શ્રી વિજયચંદ્રોદય સૂરિજી મ. ની શુભ પ્રેરણાથી ત્રણેક ગામના શ્રી સંઘો તરફથી સુંદર આર્થિક સહકાર પ્રાપ્ત થયો છે. તે તેઓની શુભ લાગણીને યાદ કરવી કેમ ભુલાય?
|| આ પુસ્તકના છાપકામમાં પુસ્તકને ખૂબ જ સુંદર બનાવનાર સ્ટાયલોગ્રાફસ કું ના માલિક વિજયભાઈને ધન્યવાદ આપવા ઘટે છે.
અને પુસ્તક સંબંધી બાકીની વ્યવસ્થાઓ પુસ્તને પોતાનું માનીને ગોઠવનાર જીગી પ્રિન્ટર્સના માલિક જીતુભાઈ અને ગીતાબેનને આ પ્રસંગે યાદ છે. અને પૂફ રીડિગનું કામ ખૂબ જ ખંતને લાગણીથી કરનાર જે. એન. કાનાણીને પણ લાગણી સભર યાદ કરું છું.
બસ હું અહીં સંપાદકીય નિવેદનને સમાપ્ત કરું છું. જેને જ્યતિ શાસનમ – મહાભદ્ર સાગર