Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01 Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya Publisher: Shraman Sthaviralay Aradhana TrustPage 11
________________ આ સિવાય પણ આ ગ્રંથની પૂર્તિમાં મારે બીજી ઘણી વસ્તુઓનો સંગ્રહ કરવાની ભાવના હતી. પણ સમય—શક્તિ ને સંયોગોના કારણે એ બધી ઇચ્છાપૂર્ણ થઇ શકી નથી. હાલપૂરતી તો બંધ રાખવી જ પડી છે. સહાયકોના ઉપકારનું સંભારણું મૂલગ્રંથર્તા – પૂ. આ. મ. શ્રી ધર્મઘોષ સૂરિજી. મ. ટીકાર્તા – પૂ. શુભશીલગણિ મહારાજા - પ્રથમ પ્રયત્ન · હસ્તલિખિત ગ્રંથ પરથી પ્રથમ પ્રેસકોપી કરાવનાર પ. પૂ. સ્વ. આગમોદ્વારક આ. મ. શ્રી આનંદ સાગરસૂરિજી. મ. મૂલ સંસ્કૃત ગ્રંથના સંપાદક સ્વ. પૂ. ગ. આ. મ. શ્રી માણિક્ય સાગર સૂરિજી મ. ના શિષ્ય શતાવધાની પૂ. ગણિવર્યશ્રી લાભ સાગરજી, મ. ભાષાંતરપ્રેરક – આ ગ્રંથના ભાષાંતર માટે પ્રેરણા કરનાર પ. પૂ. સ્વ. પ્રમોદચંદ્રવિજયજી ગણિવર. પ્રથમ સહાયક - ભાષાંતર માટે મૂલગ્રંથની કોપી આપનાર અને આ ગ્રંથની સલાહ આપનાર પૂ. આ. મ. શ્રી સૂર્યોદયસાગર સૂરિજી મ. તથા પૂ. મુનિશ્રી નંદનપ્રભવિજયજી. મ. સહસંપાદક – મને ભાષાંતર કરવા માટે પોતાની શક્તિ ને ઉત્સાહ પૂર્વક ખંતથી ભણાવનાર પંડિતવર્ય શ્રી કપૂરચંદભાઇ આર. વૉરૈયા, સંપૂર્ણ સહાયક – આ પુસ્તકના અભ્યાસથી માંડીને પ્રકાશન સુધીના કાર્યમાં બધી જ રીતે સહાયક બનનાર પૂ. મુનિરાજ શ્રી અમેરન્દ્ર સાગરજી મ. તથા ભાષાંતરમાં કોઇક જગ્યાપર અર્થ ન બેસે તો પૂ. આ. મ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજી. મ. પાસેથી તેનો અર્થ તુરંત પ્રાપ્ત થતો હતો. દાન દાતાઓ – ઉદારતાથી દ્રવ્યનું દાન કરી સુક્તનો લાભ લેનારાં – ભાવિકો – સંઘો અને ટ્રસ્ટો વગેરેનું આ પુણ્ય પ્રસંગે બધાંના ઉપકારરૂપ – સહકારનું સંભારણું કરું છું. આ પુસ્તકના પ્રકાશનમાં “ સર્વહક સ્વાધીન ' જેવું કશું જ નથી. અને હોવું પણ ન જોઇએ. તે મારા સ્વતંત્ર વિચારો અહીં મેં પુસ્તકમાં એક પાનું મૂકીને સમાજને વિચારણા કરવા માટે હાર્દિક ભલામણ સાથે મૂકેલ છે. આ પુસ્તકમાં ફોટાઓ મૂક્વાની ભાવના ન હતી. પણ ઘણા ભાવિકો તરફથી લાગણીસભર માંગણીઓ આવવાથી ટ્રસ્ટીવર્યો સાથે વિચારણા કરીને અમુક અમુક ભાવિકોને લાભ આપ્યો છે. આમાં પણ ધીરજ બહેન રતિલાલ સલોતને લાભ આપ્યો છે. કારણ કે પુસ્તકની શરુઆતથી જ દરેક બાબતમાં તેમની લાગણી ભાવના ને પ્રેરણાઓ ચાલુ જ રહી છે. આ ગ્રંથના બીજા ભાગમાં પૂર્તિમાટે જે કંઇક વધુ લખવું હશે તે બીજા ભાગમાં લખીશ.Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 522