Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01 Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya Publisher: Shraman Sthaviralay Aradhana Trust View full book textPage 9
________________ આ પુસ્તક અમારું જ છે એમ માનીને તેના સહાયના કાર્યમાં ઓતપ્રોત થઈ ગયાં. તેઓ સહુના પ્રયત્નથી રૂ. ૧૧૦૦૦-/ના પાંચનામો અને બીજીપણ રૂા. ૬9–7, રૂા. ૫૫/ને પ00-/ ની રકમ પણ પ્રાપ્ત થઈ. આના માટે અમારે કહેવું જ પડશે કે આ કાર્યમાં તેઓએ આપેલો સહકાર ખૂબજ પ્રશંસાને પાત્ર છે. ને જ્ઞાન ભક્તિના અનુપમ દાખલારૂપ જરુર કહેવાશે. પછી આ સહાયના કાર્યમાં વધારે ને વધારે ભાવિકો અને સંઘો જોડાતા જ ગયા. તેમાં મંદિરના શિખર પર જેમ સોનાનો કળશ ચઢે ને ધજાદંડ પર ધજા ચઢે તેમ સાયન-મુંબઈ – રર – ના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘે રૂા. રપ00-/ ની સહાય કરીને અમારા કાર્યને એક્રમ વેગ આપી દીધો. અને પછી બધાંની એક જ માંગણી આવવા માંડી કે આની નફ્લો વધુ છાપો, કાગલો સારા લો. અને સારું કામ કરવા માટે ઓફસેટ પ્રિન્ટિંગ કરાવો, ખર્ચ ભલે વધે પણ સારું જ બનાવો, જરુર પડશે તો અમે વધુ મહેનત કરીશું. ત્યાર બાદ પેસનું કામ ક્યાં કરાવવું? ક્વી રીતે કરાવવું? અને કેની પાસે કરાવવું? આના માટે શાંત ચિત્તે વિચાર કરતાં ટ્રસ્ટીઓના પ્રયત્નથી મુંબઈ લોઅર પરેલમાં “સ્ટાયલોગ્રાફસ” ના માલિકો વિજ્યભાઈ નો પરિચય થતાં ઓફસેટ પ્રિન્ટિંગના ભાવો લઈને તેમની બધી વાતો યોગ્ય લાગતાં તેમને જ આ કામ સોંપવું તેવો નિર્ણય ટ્રસ્ટી મંડલે કર્યો. • શ્રેયાંસિ બહુવિબાનિ આ વાક્ય ચાલુ વ્યવહારમાં બોલાતું હોવાથી મુહૂર્ત જોઈને આ છાપકામ શ્રી વિજયભાઈને અત્રે બોલાવીને શુકન વગેરે ક્લિાઓ સાથે આનંદથી સોંપ્યું. અને પછી ધીમે ધીમે ચોકકસ રીતે કામ કરતાં આજ આ પુસ્તક બે ભાગમાં તૈયાર થઈને તમારા સહુના હાથમાં આવીને બેઠું છે. જે અમારા અવર્ણનીય આનંદનું એક પ્રતીક અને સહુના માટે પણ એક આનંદનો અવસર બની ગયો છે. અમે આ પુસ્તકના ભાષાંતરમાં ભાષાની સજાવટ કે શબ્દોની રમઝટ નથી કરી. કારણ કે આ ગૂજરાતી ભાષામાં અમારું તેવું પ્રભુત્વ નથી. અને અમે એવા ઉચ્ચકોટીના અભ્યાસી કે લેખક પણ નથી. અમે તો ફક્ત જે આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં હતો. તેનો સાદી ને સરળ ભાષામાં ગુજરાતીમાં અનુવાદ (ભાષાંતર) કરેલ છે. આ દિશામાં અમારો પ્રયત્ન સહુ પ્રથમ હોવાથી દાચ એમાં ક્ષતિઓ – ભૂલો રહેવાનો સંભવ છે જ. છતાં પણ અમે “શુભે યથા શક્તિ યતનીયું” આ ન્યાયે પ્રયત્ન ક્યોં છે. હવે હંસ જેવા સજજન વાચક વર્ગને હું વિનંતિ કરું છું કે તમે સજજનો હંસ જેવા છો. હંસ તો મોતીનોPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 522