Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 8
________________ | સાથે મુંબઈ – પાયધુની આદીશ્વરની ધર્મશાલામાં ચોમાસું હતા ત્યારે તેઓશ્રીએ એક્વાર એવી ભલામણ કરી હતી કે “મહાભદ્ર આપણામાં શક્તિ હોય તો જરૂર ગમે તે એક ગ્રંથ ને વાંચીને તેનું ભાષાંતર લખીને છપાવવું.” તે તેઓની પ્રેરક પ્રેરણા પણ આજે ગ્રંથરૂપે બહારપડી સફલ થાય છે. ત્યાર બાદ હવે આ ગ્રંથને કેવી રીતે છપાવવો? અને સહાયકોની સહાય કેવી રીતે મલે ને લેવી? તેના માટે ખૂબજ વિચાર કરીને સહુના માટે સહેલી – રપ૧ – રૂપિયાની એક વંદના લેવી તેવો નિર્ણય ર્યો. તેમાં તે રકમ આપનાર તરફથી આ પુસ્તકનું એક પાનું છપાય. અને ગ્રંથ છપાઈને બહાર પડેથી તેઓને આ ગ્રંથની એક નક્લ ભેટ મલે. આ યોજનામાં પરિચિતો સિવાય અન્ય કોઇ ભાવિકો કે સંઘોનો સહકાર પ્રાપ્ત ન થયો. ત્યાર પછી પાંચેક માસ બાદ અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ અહી મ્બરુમાં આવેલા ત્યારે તેઓને આ વાત જણાવતાં તેઓએ કહ્યું કે આપણે એક એવી યોજના ટ્રસ્ટ દ્વારા જાહેરમાં મૂકવી કે “જે ભાવિક પુણ્યાત્મા અથવા કોઇ પણ શ્રી સંઘ આ પુસ્તકના પ્રકાશનમાં સહાયક તરીકે રૂા. ૧૧૦૦–/ અને રૂ. ૫000/ આપે તો તેઓનું નામ સહાયકોનાં શુભ નામોમાં છપાય. અને તેઓને આ પુસ્તક તૈયાર થયેથી આન-૫૧-અને -રપ- સેટ ભેટ અપાય. વધુમાં આ પુસ્તકનું વેચાણ કરવું નહિ. અને કિમત છાપવી નહિ. (એટલે ભેટ જ આપવાનું)” આ યોજના અમને ગમી ગઈ. અને એ પ્રમાણે નકકી કરી “શ્રી શ્રમણ વિરાલય આરાધના ટ્રસ્ટ" ના ઉપક્રમે હેન્ડબીલ છપાવીને તથા સુઘોષા માસિકમાં પણ તેની જાહેરાત કરીને દરેક સંઘમાં અરજીઓ પણ કરી. ત્યાર બાદ ધીમે ધીમે ભાવિકો અને સંઘો તરફથી સાથને સહકાર મલવા લાગ્યો. એમાં સહુ પ્રથમ માતાની જેમ વાત્સલ્ય ભાવે ધીરજબહેન રતિલાલ સલોતે રૂા. ૧૧૦–/ ની પ્રથમ રકમ ઉદારતાપૂર્વક કહેતાની સાથે સહર્ષ આપી. અને શુભ શરૂઆત કરી. ત્યાર બાદ પૂ. આ. ભ. શ્રી વિજય યશોભદ્રસૂરિજી. મ. ડહેલાવાળાએ શ્રી તખતગઢ - ચાતુર્માસ સમિતિ તરફથી રૂા. ૧૧@–/ રકમ અપાવી. પછી પૂ. આ. ભ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. તરફથી બેસતા વર્ષે ખુશાલીમાં આ પુસ્તકના પ્રથમ ભાગના કાગલમાં સારી એવી રકમનું વચન મલ્યું. તે પ્રમાણે તેઓશ્રી તરફથી રૂા. ૧૧૦૦-/ ની બે રકમો બે સંઘો તરફથી પ્રાપ્ત પણ થઈ ગઈ. ત્યાર બાદ મુંબઇથી કંપાણી કુટુંબનાં ભાઈ બહેનો પર્યુષણા કરવા અત્રે પધાર્યા હતાં. તેઓને પૂ. મુનિશ્રી અમરેન્દ્ર સાગરજી મ. અને પૂ. આ. ભ. શ્રી. યશોભદ્ર સુરિજી મહારાજે ખાસ ભલામણ કરીને પ્રેરણા કરી કે આ પુસ્તકમાં ચોક્કસ સહાયક થવા જેવું છે. તેથી શ્રી મહેન્દ્રભાઈ નવીનચંદ્ર છગનલાલ કંપાણીએ આ પુસ્તક્ની બધી જ વિગતો અમારી પાસે સમજી લઈને મુંબઈ જઈને – પોતાના પિતાશ્રી નવીનચંદ્ર છગનલાલ કંપાણી સાથે પ્રયત્ન શરુ કર્યો. પછી તેઓની સાથે તેમના - કંપાણી કુટુંબનાં બધાંજ ભાઈ બહેનો અને દીકરીઓ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 522