________________
સંપાદકીય નિવેદન
( આ પુસ્તકની – જન્મકથા )
આજથી લગભગ – ૧૦ – – વર્ષ પહેલાં સંવત – ૨૦૩૮ – ની સાલમાં અમે બન્ને ગુરુભાઇઓ પાલિતાણા તીર્થમાં શ્રી લાવણ્ય વિહાર ઉપાશ્રયમાં સ્થિરતા કરીને રહ્યા હતા, કારણ કે તે સમયે “ શ્રી શ્રમણ સ્થવિરાલય આરાધના જૈન ઉપાશ્રય ” નું સર્જન થતું હતું.
.
એક મંગલદિવસના મંગલ ચોઘડિયાની વાત છે કે “ સવારે પોરિસીનો સમય થયો હતો.” અમે બન્ને ગુરુભાઇઓ અલ્પઅભ્યાસી એવા પૂ. સાધુ – સાધ્વીજી ભગવંતને વ્યાખ્યાન આપવામાં સહાયરૂપ થાય તેવા હસ્ત લિખિત વ્યાખ્યાનના ચોપડાઓ લખતા હતા. (બીજો ચોપડો લખાતો હતો.) તે સમયે તળેટીએ ગિરિરાજનાં દર્શન કરીને પાછા ફરતાં શ્રી સૂર સમ્રાટના સમુદાયના પૂ. આ. મ. શ્રી વિજય–નેમિ–વિજ્ઞાન–કસ્તૂર–ચંદ્રોદય સૂરિશિષ્ય પૂ. પં શ્રી પ્રમોદચંદ્ર વિજયજી ગણિવર સુખશાતા પૃચ્છા અને મિલનાર્થે પધાર્યા.
થોડોક ટાઇમ બેઠા, અને ઔપચારિક વાતો થઇ. પછી તેઓએ પોતાના હૈયામાં રહેલી વાતને પ્રેરક ભાષામાં રજૂ કરી કે તમે જેમ વ્યાખ્યાનને ઉપયોગી હસ્તલિખિત ચોપડાઓ બહાર પાડયા છે. તેજ રીતે શ્રી શત્રુંજયતીર્થના વર્ણન માટે કુલ – ૯૯ ક્લાક સુધી વાંચી શકાય તેવાં – ૯ – વ્યાખ્યાનો લખો.
-
કારણ કે આ શ્રી સિદ્ધગિરિમાં ચોમાસું રહેલા શ્રાવકો પાસે, અને – ૯૯ – યાત્રા કરવા આવેલા ભાવિકો પાસે પૂ. સાધુ – સાધ્વીજી ભગવંતો શું વાંચે ? તેના માટે તમે જો કંઇક તેવો પ્રયત્ન કરો તો આ પ્રશ્ન બધાને માટે ઊલી જાય.
આ કામ સ્થિરતાવાળા સાધુનું છે. (પલાંઠીવાળીને બેસે તેનું છે.) ને લગનનું છે. તેથી તમારા જેવા કોઇક ખૂણે બેસીને કામ કરે તેવા સાધુ મુનિરાજનું આ કામ છે. માટે તમેજ આ કામ ઉપાડો.
આ વાત અમારા હૈયામાં સ્પર્શી ગઇ – આરપાર ઊતરી ગઇ. અને આના માટે અમારે પ્રયત્ન કરવો જ છે એવો અમે મનોમન પાકો નિર્ણય કરી લીધો.
આ - છે -
-
આ – પુસ્તકની જન્મકથા
ત્યારબાદ અમે શ્રી શત્રુંજ્ય સંબંધી લખાણ કરવા માટે શ્રી શત્રુંજ્ય શાશ્ર્વતો છે તેનાંકારણો – તેનાં નામોના પ્રકારો – નામો પાડવાનાં કારણો – શ્રી શત્રુંજયની વિવિધ ઉપમાઓ – શ્રી શત્રુંજ્ય પર કરોડો મુનિઓનું મોક્ષગમન – વગેરે પોઇન્ટો લખીને તેના માટેનું લખાણ શરુ કર્યું.