Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01 Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya Publisher: Shraman Sthaviralay Aradhana Trust View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેઠન પૂ. મુનિ શ્રી મહાભદ્ર સાગરજીએ શ્રી શત્રુંજયતીર્થ સંબંધી ૧૪૨૨૪–ગાથા પ્રમાણવાલા–૧૧૦–વાર્તાવાલા એક ખૂબજ જૂના અને અત્યાર સુધીમાં પ્રસિદ્ધ નહિ થયેલા ગ્રંથનું સાંગોપાંગ ભાષાંતર પંડિતજી પાસે વાંચીને કર્યું. તે જાણીને અમોને અત્યંત આનંદ થયો. સાથો સાથ પાલિતાણામાં કરેલી સ્થિરતા પણ સફળ થઇ. " ત્યાર બાદ પૂ. મુનિશ્રી અમરેન્દ્ર સાગરજી. મ. શ્રીએ આ ગ્રંથને છપાવીને પ્રસિદ્ધ કરવાની ભાવના દર્શાવી. અમોએ તેની વિચારણા કરતાં એવું નક્કી કર્યું કે આપણે આ “ શ્રી શ્રમણ સ્થવિરાલય આરાધના ટ્રસ્ટ ” ના ઉપક્રમેજ પુસ્તકના ભાષાંતર અંગેની તમામ વ્યવસ્થા ગોઠવીએ. અને તેમાં એવું નકકી કરીએ કે “ જે શ્રી સંઘ કોઇ ટ્રસ્ટ અથવા કોઇ ભાવિક પુણ્યાત્મા ભાઇ બહેન આ પુસ્તકના છાપકામમાં સહાયક તરીકે રૂા. ૧૧૦૦૦–/, રૂા. પ૦૦૦–/, રૂા. ૨૫૦૦–/, રૂા. ૧૦૦૦−/ આપે તો તેઓનું નામ સહાયકોની શુભ નામાવલીમાં છાપવું. અને પુસ્તક છપાઈને તૈયાર થયેથી તેઓને આ પુસ્તકના –૫૧–૨૫–૧૧–ને–૪–સેટ ભેટ આપવા. તથા આ પુસ્તકની વેચાણ કિંમત રાખવી નહિ, પુસ્તકનું વેચાણ કરવું નહિ, યથાશક્ય પ્રયત્ને આ પુસ્તકો જ્ઞાન ભંડારો – ઉપાશ્રયો પાઠશાળાઓ – પંડિતો અને પ્રોફેસરોને ભેટજ આપવાં. ” અને પછી આ રીતે શરુ કરેલું પુસ્તકનું કાર્ય પુસ્તકો ભેટ આપી દેતાં આપો આપ પૂર્ણ થઇ જાય. આ યોજના અમે પૂ. મહારાજશ્રી પાસે રજૂ કરી, તેઓશ્રીને ઉદારતા સભર આ યોજના ખૂબ જ ગમી ગઇ. અને તેઓશ્રીએ સ્વીકારી લીધી. ત્યારબાદ અમોએ તે પુસ્તકની જાહેરાત માટે યોજના સાથેનું એક હેન્ડબીલ છપાવીને પત્ર સાથે પૂ. મહારાજ શ્રી દ્વારા મોક્લીને દરેક ગામના મોટા મોટા સંઘો અને ભાવિક પુણ્યાત્માઓને આ ગ્રંથમાં સહાયક થવા માટે વિનંતિ કરી. અને ચતુર્વિધ સંઘને આની સવેળા જાણ થાય તે માટે સુઘોષા માસિકમાં એક પાનાની જાહેરાત પણ મૂકી, ત્યાર પછી અમુક અમુક સંઘો અને પુણ્યશાલી આત્માઓ તરફથી સહાય મલતી ગઇ, રકમ વધતી ગઇ અને આ કાર્ય કરવા માટે અમારો ઉલ્લાસ પણ વધતો જ ગયો. ત્યારબાદ અમોએ આ પુસ્તકનું કામ ખૂબ જ સારું – સ્વચ્છ ને મનોહર બને એ માટે ઓફસેટ પ્રિન્ટિંગ કરાવવું તેમ નકકી કર્યું. પછી ટ્રસ્ટના ધારા–ધોરણ મુજબ છાપકામ અંગેના ભાવ તાલો મંગાવ્યા. અને યોગ્ય ચર્ચા-વિચારણા કર્યા બાદ ફક્ત છાપકામ અંગેનું કામકાજ નહિ નશે નહિ નુકસાનના ઘોરણે સ્ટાયલોગ્રાફસ કું. ને આપવાનું નકકી ર્યું. અને કાગળની ખરીદી ટ્રસ્ટ મારફતે જ કરવી. એવું નકકી કર્યું.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 522