________________
સંગ-૩ नाम्नाथ सोमको भूपो, जरासंधमहीभृता। समुद्रविजयाभ्यणे, प्रैष्यत त्वरितं रुषा ॥९५॥ मथुरापुरि गत्वा द्रा-ग्समुद्रविजयेशितुः । कथनीयं त्वया सम्य-साम-दामादिभेदतः ॥९६॥
રેષાતુર બનેલા જરાધે સમક નામના રાજાને બોલાવીને કહ્યું-તું મથુરાપુરીમાં સમુદ્રવિજ્ય પાસે છે. ત્યાં જઈને સામ, દામ, ભેદ અને દંડનીતિથી તેની સાથે વાત કરજે.” सोमकः स्वपतेः शिक्षा-मादाय चलितस्ततः। मथुरायां समेत्योचे, समुद्रविजयं नृपं ॥९७॥ समुद्रविजयाधीशाः, समुद्रविजयाश्रिताः । युष्मान् वदति नः स्वामी, जरोसंधो नराधिपः ॥९८॥ मदीया प्राणतोऽपीष्टा, जीवयशाः सुता मता । तस्याः शस्याकृतेः कंस, पति कोऽपि न बुद्धवान्ः९९ शिशुभ्यां सीरिशाङ्गिभ्या-मव्यक्ताभ्यां भुजौजसा। सर्वेषु वीक्षमाणेशु, कंसोयोधोऽपि यद्धतः॥४०० अथ यूयं मदादेश-पालकाः सेवका वराः। सुखेन निजसाम्राज्यं, ततः पालयतानिशं ॥१॥ स्वकवंशमहाकक्षे, बृहद्भानुसमीरणौ । किंत्वेतौ हलिगोविंदौ, मा वर्धयत सर्वथा ॥२॥ देवक्याः सप्तमो गर्भः, कृष्णो यः कथ्यते जनैः। स तु प्रागेव कंसेन, वसुदेवाद्धि मागितः॥३॥ ततो द्वावपि मत्पावे, प्रहेयावविलंबतः । रामकृष्णौ भवंतस्तु, राज्यं पातु यदृच्छया ॥४॥ गोविंदगोपनाद्रामः, कंसघाताच्च केशवः । दीयतां मम गृह्णामि, यथा वैरं तदंतिकात् ॥५॥ जरासंधनृपोऽस्माकं, स्वाम्याज्ञापयतीति च । सोमकोक्तवचः श्रुत्वा, समुद्रविजयो जगौ ॥६॥
સમક પણ પોતાના સ્વામિના આદેશ મુજબ અનુક્રમે મથુરાપુરી પહોચ્યા. ત્યાં જઈને તેણે સમુદ્ર વિજયને કહ્યું, “સમુદ્ર વિજયી (જરાસંધ) ને આશ્રયને રહેલા હે સમુદ્ર વિજય, તમારા અને મારા સ્વામિ જરાસંધ રાજાએ કહેવડાવ્યું છે કે પ્રાણથી પણ અધિક વહાલી મારી પુત્રી જીવ શાને સુખી કરવા માટે મેં કંસને આપી હતી, તે કોણ જાણતું નથી ? તે તમારા બધાના દેખતા જ કૃષ્ણ–બલભદ્રે પિતાના બાહુબલથી કંસનો વધ કર્યો છે, તેમ છતાં તમને બીનગુનેગાર સમજીને કહું છું કે, તમે મારી આજ્ઞાપાલનમાં એક અદના સેવક છે. તે તમે સુખેથી રાજ્ય કરે. પરંતુ તમારા વંશને નાશ કરનાર અગ્નિ અને પવન સમાન રામકૃષ્ણનું પાલન કરવું તે સર્વથા યોગ્ય નથી.” વળી સહુ કઈ જાણે છે કે કંસે વસુદેવ પાસેથી પહેલેથી જ દેવકીના સાતમા ગર્ભ તરીકે જે કૃષ્ણ કહેવાય છે, તેને માગી લીધું છે. તો તે કૃષ્ણને અને તેની રક્ષા કરનાર રામને વિના વિલંબે મને સુપ્રત કરે. અને તમે સ્વેચ્છાપૂર્વક રાજ્યનું પાલન કરે. કારણ કે કૃષ્ણની રક્ષા કરનાર રામ અને કંસને વધ કરનાર કૃષ્ણ તે બન્ને પાસેથી મારા વૈરની વસુલાત કરી દઉં. આ પ્રમાણે અમારા સ્વામી જરાસંધ-રાજાનું ફરમાન છે. આમ કહીને મક ઊભે રહ્યો. (હવે સમકની વાત સાંભળીને સમુદ્રવિજય કહે છે.)
૧૦