________________
સર્ગ-૩
૧૦૫
રહેલા નારદને સંકલ્પરૂપી સમુદ્રમાંથી એક બુદ્ધિ સ્કુરાયમાન થઈ બહુ સરસ બહુ સરસ !” નારદ નાચી ઉઠયા “સત્યભામાના માથે શકય લાવું ! કેમ કે સ્ત્રીઓને શેયનું દુઃખ એ મટા શલ્ય જેવું લાગે છે.' संचिंत्येति ततः स्थाना-दुत्थाय नारदो मुनिः।स्फारताढयं च वैताढयं, जगाम तां विलोकितुं ॥४॥ तस्मिंश्च दक्षिणश्रेण्यां, राजकन्या मृगीदृशः राज्ञामाज्ञामवाप्याशु, नारदेन निरीक्षिताः ॥ ५॥ सत्यभामाक्रमांगुष्ठ-कलामपि न ता दधुः कलां ना हति चंद्रस्य, ताराणामिव कांतयः ।। ६॥ उत्तरस्यां द्वितीयस्त्रां, भृशं तेन निरीक्षिताः।परं न धर्मिणाऽशुद्ध-क्रियेव क्वापि सेक्षिता ॥ ७॥ चापनीडश्रुतां चित्र-लतामिवाद्यमेन तां।अप्राप्यातीवखिन्नोऽभू-न्नारदचितयान्वितः ॥८॥ यस्य स्थानस्य विश्वासो-ऽभवत्तत्प्रविलोकित।अर्थसिद्धिर्न मे जाता, कुत्रापि किं करोम्यथ ॥९॥ उद्यमे स्यान्न दारिद्यं, चिंतयन्निति चेतसि । भूचराणां नरेशानां, स प्राप्तश्च सभांतरं ॥१०॥ भ्रांत्वा राज्ञां प्रभूतानां, शुद्धांतेषु च सबसु । सुसूक्ष्मेक्षिकया तेन, मानिना प्रविलोकितं ॥११॥ कुमारी तरुणी वार्ध-जरती कापि कामिनी।तस्या रुपाधिका क्वाप्य-नूढा तेन च नेक्षिता ।। १२॥
એમ વિચારી ત્યાંથી ઉઠીને નારદ શોભાયમાન એવા વૈતાઢય પર્વત ઉપર રાજકુમારિકાને જેવા માટે ગયા. વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણીમાં રાજા ની આજ્ઞાથી ઘણી રાજકન્યાઓ જોઈ, પરંતુ જેમ તારાનું તેજ ચન્દ્રની તુલનામાં ના આવી શકે તેમ સત્યભામાના રૂપની હરોળમાં મૂકી શકાય એવી એક પણ કન્યા જોવામાં ના આવી. સત્યભામાના અંગુઠામાત્ર જેટલું પણ રૂપ કઈ કુમારીમાં જોયું નહીં. ત્યાર પછી વૈતાથ પર્વતની ઉત્તર શ્રેણીમાં ગયા. ત્યાં પણ જેમ ધર્માત્મામાં અશુદ્ધ આચરણ જેવા ના મલે તેમ કયાંય કોઈ પણ સત્યભામાં જેવું રૂપ જોવા મળ્યું નહીં. ઉદ્યમ કરવા છતાં પણ જેમ ચાષ પક્ષીના માળામાં રહેલી ચિત્રા વેલી પ્રાપ્ત થાય નહી, તેમ નારદ રૂપવતી કન્યા નહી જેવાથી ખિન્ન થઈ ગયા. જે જે સ્થાનમાં મને વિશ્વાસ હતો કે અહિંથી કઈ રૂપવતી કન્યા મળી જશે, પરંતુ કયાંયથી પણ મારી અર્થ સિદ્ધિ થઈ નહી. હવે શું કરું? કયાં જઉ ? ઉદ્યમ કરવાથી દ્રરિદ્રતા જાય છે એમ બીજે કાઈ ઉદ્યમ કરું, તેથી મારી અભિલાષા સંતોષાશે. એમ વિચારી ભૂચર રાજાઓની રાજસભામાં ફરી આવ્યા. ઘણા ઘણા રાજાઓની રાજસભાઓમાં-અંતઃપુરમાં ભમી ભમીને સૂમ બુદ્ધિથી જોયું, તો પણ કોઈ કુમારી, તરૂણ, પ્રૌઢ સ્ત્રી, પરણેલી કે નહી પરણેલી સત્યભામાના રૂપથી અધિક જોઈ નહી ! इतश्च भ्रमता तेन, प्राप्तं पद्मानिकेतनं । रत्नमिवास्तचिंताकं, श्रीकुंडं कुंडिनं पुरं ॥ १३ ॥ अहर्निशः प्रतापेऽपि, काकारीनिव वासरे।घुकारीनिव रात्रौ च विपक्षेशान् करोति यः ॥ १४ ॥
૧૪