________________
૧૧૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ममादेशप्रदानेन, प्रकटीकुरु मां ततः । स्याद्वचनीयता वा न, यथा लोकेऽपि मे पितः ॥१७॥ भूपोऽभ्यधात्कुमार त्वं, सुकुमारश्च बालकः । कठोरं रणकर्मास्ति, येन तेन न जन्यते ॥१८॥ ततस्तवास्ति योग्यं न, कृत्यमेत्सुतोत्तम । गेह एव स्थितो राज्यं, पालय त्वमकंटकं ॥१९॥
પિતાના વચન સાંભળીને કુમારે કહ્યું – “પિતાજી, હું છું ત્યાં સુધી આપને બિલકુલ જવા નહી દઉં. લોકો પણ કહે છે. કે તિર્યંચ એવો સિંહ પણ એક જ પુત્રથી જીવનભર સુખી રહે છે, આપ મને આદેશ આપે. જેથી લેકમાં મારી નિંદા ના થાય.” રાજાએ કહ્યું: “તું સુકુમાળ બાલક છે, રણકાર્ય કઠોર હોય છે. ત્યાં જેવા તેવાનું કામ નહીં. તારામાં હજુ યુદ્ધ કરવા માટેની યોગ્યતા નથી, માટે તું ઘેર રહીને નિકંટક રાજયનું પાલન કર. प्रजजल्प कुमारोपि, विनयात्पितरं प्रति । प्रसादितं त्वया तात, तत्सर्वमपि सूनृतं ॥२०॥ कठिनाः पर्वताः प्रौढा, अभेद्याश्च यथा तथा। लघुनापि वज्रेण, भेद्यंते किं न हेलया ॥२१॥ शुंडादंडेन भूयिष्ट-मान् भापयतां भृशं । भिनत्ति हस्तिनां कुंभ-स्थलानि किं न केसरी ॥२२॥ त्वया पुनः पितः प्रोक्तं, राज्यं धाम्न्येव पालय । लोकैस्तदपि नो साधु, सर्वथा कथयिष्यते ॥२३॥ पुत्रस्य कामना पित्रा, सुखार्थ प्रविधीयते । प्रस्तावे शमेणि नाभूत , किं मूतेन सूतेन तत् ॥२४॥ ततोऽकृशकृपां कृत्वा, दत्वा चाज्ञां पितर्मम । परीक्षस्व स्वरूपं च, योग्यायोग्यात्मकं पुनः ॥२५॥ सहजेनैव भूपाल–शिशुपालेन मां सह । प्रेषयित्वा रणे पश्य, पश्चाद्राज्यव्यवस्थितिः ॥२६॥
કુમારે વિનય પૂર્વક પિતાને કહ્યું: “આપે જે તે કહ્યું બધું બરાબર છે, પરંતુ કઠીન અને અભેદ્ય એવા પણ પર્વતો નાનકડા વજાથી શું ભેદાતા નથી ?
પિતાની પ્રચંડ સૂંઢથી લોકોને ડરાવતા એવા હાથીના ગંડસ્થલને નાનકડો કેશરી સિંહ શું ભેદી શકતો નથી ? તો આપે ઘેર રહીને રાજ્ય પાળવાનું કહ્યું, પણ તેથી લોકોમાં જરા પણ સારું કહેવાશે નહી. અને પુત્રની ઈચ્છા પિતાને સુખી કરવાની હોય છે. તે જે પુત્ર અવસરે પિતાને સુખ ના આપે તો એ પુત્ર પુત્ર તરીકે કહેવાતું નથી. તો પિતાજી, આપ મારા ઉપર મોટી કૃપા કરીને આજ્ઞા આપે, અને મારામાં રહેલી યોગ્યતા-અવતાની પરીક્ષા કરે. શિશુપાલ રાજાની સાથે મને યુદ્ધમાં મોકલીને પછીથી રાજયની વ્યવસ્થા વિચારશે”
इत्यंगजवचः श्रुत्वा, संतुष्यन् भीष्मभूपतिः । एतस्याहो विनीतत्वं, मनस्येवं व्यचिंतयत् ॥२७॥ सर्वैरपि प्रवर्तव्य—मस्याज्ञायां विशेषतः । मेलयित्वा बलं सर्व, शिक्षा दत्तेति भूभुजा ॥२८॥ अत्याग्रहप्रसंगेन, तातेनाज्ञा समर्पिता । कुमारस्यापि पुत्रस्य, विनयेन महीयसः ॥२९॥ प्रेषणाय ततो दत्ता, जनकेन वरूथिनी । भूयस्तरपदातीभ-तुरंगमरथैर्युता ॥३०॥