________________
૨૯૮
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
आरामे पादपै रम्ये, विशाले दीर्घिकाजले । पर्वते वितते रंतु, यत्र यत्र व्रजेन्नृपः ॥४६॥ तत्र तत्र समादायें-दुप्रभामेव कामिनीं । केवलं तद्गुणासक्तो, गच्छति क्षितिनायकः ॥४७॥ एकपक्षा भवेत्प्रीति–ने सुखाय मनीषिणां । तन्मयो मधुरप्यासी-दिदुप्रभापि तन्मयी ॥४८॥ पाणिगृहीतकांताक, इव प्रावर्तत प्रभुः। विवाहवृत्तभत्रीवें-दुप्रभापि च वल्लभा ॥४९॥ अन्योन्यनिविडप्रीति-भवनेन निरंतरं । तौ द्वावपीहितै गै-जानीतां जनुर्वरं ॥५०॥
યુવાન સ્ત્રી-પુરૂષે સમુદાયમાં રહ્યા હોય તે પ્રાયઃ પિતાનું રક્ષણ પણ કરી શકે છે. પરંતુ એકાંતમાં પ્રાયઃ વિચલિત થઈ જતાં વાર લાગતી નથી હું એકલી, રાજા એકલે ! આવા એકાંત સ્થળમાં હું મારું રક્ષણ કેવી રીતે કરી શકીશ ?' એકાંતમાં રહેલા મધુરાજાને જોઈને ભયથી વિહ્વળ થઈ ગયેલી ઈદુપ્રભા પૂજવા લાગી કૂર વાઘની સામે રહેલી ગાયની જે રિથતિ થાય તેવી સિતિ અનુભવવા લાગી. કૂળવાન સ્ત્રીની જેમ લજજાથી રાજાની સામે પણ ના જોયું, ત્યારે કામાતુર બનેલા રાજાએ ઉઠીને તેના બે હાથ પકડી નેહથી પલંગ ઉપર બેસાડી અને તેને મોહિત કરવા માટે અનેક પ્રકારના ચાટુ વચનેથી લલચાવી છતાં ઈદુપ્રભા એક શબ્દ પણ બોલી નહી, ફરીથી મધુરાજાએ તેને સ્નેહપૂર્ણ વચનથી કહ્યું – “દેવી, રૂપ, લાવણ્ય, વૌવન, ધન, સંપતિ, રજવ, આદિ બધી વસ્તુ પ્રાયઃ કરીને સ્ત્રી-પુરૂષને મલતી નથી. અને કદાચ મળે તે પણ ભેગને અવસર પ્રાપ્ત થતી નથી. જ્યારે આપણે બંનેને તે બધી જ સામગ્રી પ્રાપ્ત થઈ છે. તે તારૂં પૂર્ણપણું છે કે આ અવસરે તું લજજા રાખે છે. તું શરમ છોડીને મારી સાથે કીડા કર તું જલદી આવ, આવીને મારા બાળાને અલંકૃત કર. | મારી ગોદમાં સમાઈ જા, હેમરથ રાજા તારો પતિ છે, પરંતુ મારે તે તે સેવક છે. તે સેવકને યોગ્ય એની પાસે હોવું જોઈએ. જ્યારે તારા જેવી રૂપવતી-ગુણવતી ચતુર સ્ત્રી એને ત્યાં શોભે નહી. તું તે મારી પટ્ટરાણી થવા માટે સર્જાઈ છે માટે લાભાલામને જાણ આનંદના સ્થાને વિષાદનો ત્યાગ કરી મારૂં કહ્યું માન. શ્રેમને વધારનારૂં મારૂં વચન સ્વીકારી હે પ્રિયે, તું મારી પટ્ટરાણ થા. કલાવાન, રૂપવાન અને ધનવાન પુરૂષ જ્યારે એકાંતમાં મળે છે ત્યારે પ્રાયઃ કરીને સ્ત્રીઓ દ્રવી જાય છે. રાજાના આવા કામાતુર વાકયે સાંભળીને પોતાના ચિત્તમાં ધર્યનું અવલંબન કરીને ઈંદુપ્રભાએ રાજાને કહ્યું –“રાજન્ પરસ્ત્રીના સંગથી દુનિયામાં અપવાદ ફેલાય છે. મિત્રોમાં પરસ્પર વૈરની વૃદ્ધિ થાય છે. નીતર માનસિક સંતાપ રહે છે. અને પરસ્ત્રીના સંગથી શરીર, બળ અને ધનને ક્ષય થાય છે. તેમજ રાજ્યભ્રષ્ટ થવાય છે. કુળવાન મનુષ્યના કુલ કલંકિત બને છે અને પરસ્ત્રીના સંગથી ભવાંતરમાં નરકની યાતનાઓ ભોગવવી પડે છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેઃ “વિવેકી પુરૂષોએ પિતાની સ્ત્રીને પણ વિશ્વાસ કરે નહી, તે પરસ્ત્રીને તે વિશ્વાસ કેમ કરી શકાય? માટે પંડિત પુરૂષોએ કયારે પણ પણ પરસ્ત્રીની ઈચ્છા કરવી જોઈએ નહી. રાજન, જલમાંથી અગ્નિ, મેઘથી અંગારવૃષ્ટિ ઉત્પન