Book Title: Shamb Pradyumna Charitra Part 01
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 320
________________ સગ-૮ ૩૧૩ જેમ તેનું વિમાન અલિત થયું. પિતાનું વિમાન ખલિત થયેલું જાણીને તેને ક્રોધ ઉત્પન્ન થયા. તેથી તરત જ વિર્ભાગજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું. ‘પૂર્વજન્મમાં મારી પત્નીનું હરણ કરનાર મારે શત્રુ મધુરાજા, રૂકિમણીની કુક્ષિથી પ્રદ્યુમ્ન રૂપે ઉત્પન્ન થયે છે.” પિતાની માતા પાસે સુખપૂર્વક રહેલા બાળકને જોઈને પિતાની પ્રિયાના હરણથી ઉત્પન્ન થયેલું વિર જાગ્રત થયું. પૂર્વ ભાના વિરથી તેને મારી નાખવા માટે ધૂમકેતુએ બાલક પ્રદ્યુમ્નનું અપહરણ કર્યું. તેથી જ શાસ્ત્રકારો કહે છેઃ- પંડિત પુરૂષોએ કોઈની સાથે વૈર બાંધવું નહી. વૈરથી દુઃખ મળે છે. પ્રીતિને નાશ થાય છે. માનસિક ઉદ્વેગ થાય છે અને વૈરથી જીવ અગતિમાં ધકેલાય છે. આ પ્રમાણે ભગવાન શ્રીસિમંધર સ્વામિના પવિત્ર વચનો સાંભળીને રાજા પદ્મનાભ આદિ સભાસદોએ પરસ્પર વરને ખમાવ્યું, અને એકબીજાની ક્ષમા માગી. નારદ પણ ભગવાન સિમંધરસ્વામી પાસેથી પ્રદ્યુમ્નનું સમસ્ત વૃત્તાંત સાંભળીને ભગવાનને નમસ્કાર કરીને પ્રદ્યુમ્નને જોવાની ઈચ્છાથી મેઘકૂટ નગરમાં ગયા. દૂય એવા કાલસંવર રાજાએ રાજસભામાં નારદજીને આવેલા જોઈ, તરત જ ઉભા થઈ વિનયપૂર્વક આસન આપીને તેમને સત્કાર કર્યો. નારદે પણ આસન ઉપર બિરાજી ઔપચારિકતાથી પરસ્પર કુશળક્ષેમની વાત કરી રાજાને પૂછયું- “જન, મારે તારા અંતઃપુરને જોવાની ઉત્કંઠા છે. તરતજ રાજાએ કહ્યું - “મુનીશ્વર, આપનાથી શું છાનું છે? આપના માટે કંઈજ અદશ્ય નથી. આપને પૂછવાનું હોયજ નહી, આપ ખૂશીથી પધારે અને આપની ચરગુરજ વડે મારા અંતપુરને પવિત્ર કરો.” રાજસભામાંથી તરત જ ઉઠીને નારદ અતઃપુરમાં ગયા. કમલમાલાએ દૂરથી નારદને આવતા જોઈને નમસ્કાર કરી સત્કાર સન્માન પૂર્વક આસન ઉપર બેસાડયા ‘વિનયી મનુષ્ય કોને પ્રિય ના હોય?” તેના વિનયથી પ્રસન્ન થયેલા નારદે કુશલક્ષેમ પૂછી આશીવાદ આપ્યા અને પૂછ્યું - પુત્રી, મેં સાંભળ્યું છે કે તું ગૂઢગર્ભા હતી અને તેને પુત્ર ઉત્પન્ન થયેલ છે. તે સાચી વાત?” ખૂશ થઈને કમલાલાએ કહ્યું “સ્વામિન, આપની કૃપાથી મારે બાળક જન્મ્યો છે. નારદે કહ્યું: “મને બતાવ તો ખરી કે તારો પુત્ર કે છે? કમલ માલાએ બાલ પ્રદ્યુમ્નને લાવીને નારદનાં ચરણમાં નમસ્કાર કરાવ્યા. સર્વલક્ષણ સંપૂર્ણ બાળકને જોઈને, પિતાના મિત્ર વિષ્ણુને પુત્ર હોવાથી ખૂબ ખૂશ થઈને તેને આશીર્વાદ આપ્યા- હે પુત્ર, આ પૃથ્વી પર યાવત્ ચન્દ્રદિવાકર તારું અસ્તિત્વ વર્તે. તું દીર્ધાયુ બન, સર્વકાલ તારો અભ્યદય થાઓ. અને કલ્પવૃક્ષની જેમ વયથી વધો એવો તું તારા માતાપિતાના મનોરથોને પૂર્ણ કરજે. ત્યાર પછી કમલમાલાને કહ્યું - દેવી, તારો આ પુત્ર તને સુખકારી બને.” આ પ્રમાણે માતાપુત્રને આશીર્વાદ આપીને નારદજી ત્યાંથી ચાલ્યા. પ્રદ્યુમ્નની શોધ કરીને આનંદિત થયેલ નારદજી પ્રથમ વિષ્ણુને શુભ સમાચાર આપવા માટે દ્વારિકા નગરીમાં ગયા. ત્યાં કૃષ્ણ મહારાજને સંક્ષેપમાં પ્રદ્યુમ્નનું સ્વરૂપ કહીને રૂક્ષિમણના આનંદની વૃદ્ધિ માટે રૂમિણીના ઘેર ગયા. રૂદ્ધિમણને વિસ્તારથી પ્રદ્યુમ્નનું સ્વરૂપ તેમજ વિદ્યાઓ, લાભો અને વિશાળ સમૃદ્ધિની સાથે સેળમા વર્ષે પ્રદ્યુમ્નનું દ્વારિકામાં આગમન પણ

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322