________________
૩૧૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કરીને ધ્યાનમાં લીન થયેલા મહામુનિને કર્મોના ક્ષયથી કાલેકને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. મુનિને કેવલજ્ઞાન થયેલું જાણીને ત્યાં રહેલા દેએ મહોત્સવ કરવા માટે જોરથી દેવદુંદુભિ વગાડી. દેવદુંદુભિને અવાજ અને દેવેનો કૈલાહલ સાંભળીને રાજાએ સેવકોને પૂછયું -“આ અવાજ કયાંથી આવે છે ?સેવકે કહ્યું -સ્વામિન, આપે જે મુનિને પ્રતિલાવ્યા હતા, તે મહામુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી દેવ કેવલજ્ઞાનને મહોત્સવ કરી રહ્યા છે. તેને આ કોલાહલ છે.' સાંભળીને હર્ષવિભેર બનેલા રાજાએ નગરીમાં ઢંઢરે ફેરવી નાગરિકેને નિવેદન કર્યું. ચતુરંગી સેના અને પ્રજાજને સાથે અનેક પ્રકારના વાજિંત્રના અવાજ પૂર્વક હાથી ઉપર બેસીને રાજા મહામુનિને વંદન કરવા માટે ગયા. પાંચ અભિગમપૂર્વક ઉદ્યાનમાં આવીને મહામુનિને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરીને યથાસ્થાને બેઠા. કેવલિભગવંતના મુખે પાપનાશિની ધર્મદેશના સાંભળીને રાજાએ કહ્યું -“નાથ, મને જૈનધર્મનું સ્વરૂપ બતાવો.” કેવલજ્ઞાનીએ કહ્યું –“રાજન, જિનેશ્વરભગવંતેએ સાધુધર્મ અને શ્રાવકધર્મ બે પ્રકારનો ધર્મ કહ્યો છે. સાધુધર્મમાં પાંચ મહાવ્રતાનું અને શ્રાવકધર્મમાં સમ્યક્ત્વમૂલ બાર વ્રતનું પાલન કરવાનું હોય છે. આ બે પ્રકારના ધર્મમાંથી તમારી શક્તિ અનુસાર કઈ પણ ધર્મને સ્વીકાર કરો.” મુનિના વચન સાંભળીને રાજાએ કહ્યું -“ભગવંત, મેહાંધ એવા મેં રાગબુદ્ધિથી પરસ્ત્રીસેવન આદિ ઘોર પાપો કર્યા છે. તે પાપોની વિશુદ્ધિ તે દીક્ષા અને ગુરૂની શિક્ષા સિવાય થઈ શકે જ નહી, તેથી પાપની શુદ્ધિ માટે મારે દીક્ષા લેવી, તે જ યોગ્ય છે.' આ પ્રમાણે વિચારી સંસ રવાસથી ઉદ્વિગ્ન બનેલા મધુરાજાએ કહ્યું- “સ્વામિન, પુત્રને રાજ્યાભિષેક કરીને હું આપની પાસે દીક્ષા લઈશ.” મુનિએ કહ્યું:- યથાસુખમ્ જેમ તમને એગ્ય લાગે તેમ કરે. સારા કાર્યમાં વિલંબ ના કરવો જોઈએ. પ્રત્રજયાના અભિલાષી રાજાએ ઘેર આવીને મેટા પુત્રને રાજય ઉપર સ્થાપન કર્યો. વૈરાગ્ય ભાવથી મહોત્સવ પૂર્વક કેવલભગવત પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પતિના માર્ગને અનુસરનારી મધુરાજાની અઝમહિષીએ પણ રાજાની સાથે ચારિક અંગીકાર કર્યું. મધુરાજાના નાનાભાઈ કૈટભે પણ પિતાની સ્ત્રીની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. ઈદુભાએ પણ “હવે હું ઉભયથી ભ્રષ્ટ થઈ છું, તે ઘરમાં રહીને શું કરવુ?” એમ વિચાર્યને સાધ્વીજી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. આ પ્રમાણે મધુરાજા આદિએ શિક્ષા ગ્રહણ કરીને ગુરૂમહારાજને વિનય કરતા વૈરાગ્યપષક શાસ્ત્રોને અભ્યાસ કર્યો અને તપશ્ચર્યારૂપી અગ્નિવડે કર્મરૂપી ઈધણને ભસ્મીભૂત કરવા માટે દુઃસહતપ કરવા લાગ્યા. ઘણા શાનું અધ્યયન કરી વ્રત તપને તપી સમાવિ પૂર્વક આયુષ્ય પૂર્ણ કરી તે સર્વે દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
ઈદુપ્રભા પણ સમ્યફ પ્રકારે ચારિત્રનું પાલન કરી તીવ્ર તપને તપી પુણ્યકર્મના ઉદયથી સ્વર્ગલેકમાં ગઈ. સ્વર્ગનાં સુખોને ભાગી દેવનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચવીને વૈતાઢય પર્વત ઉપર ગિરિપત્તન નામના નગરમાં હરિનામના રાજાની હરિવતી રાણીની કુક્ષિ માં પુત્રી પણ