________________
સગ-૮
૨૮૯
કરી રહ્યા છે. સૂકા કાઠથી જેમ અગ્નિ વધુ પ્રજવલિત થાય તેમ વસંત ઋતુ માં મધુરાજાને વિરહાગ્નિ અંગેઅંગમાં ઉવાસ અને નિવાસરૂપી વાયુ વડે વધારે પ્રજવલિત થઈ રહ્યો છે. માલતીના તેમજ જાઈ આદિના જુદી જુદી જાતનાં પુષ્પ, કેળનાં પાન, નાગરવેલનાં પાન તેમજ આમ્રવૃક્ષનાં ફળોને મુખમાં ચાવે છે, સુગધી ચંદન કપૂર આદિથી મિશ્રિત ઠંડાપાણીથી સ્નાન કરાવે છે, પંખાથી વાયુ નાખવામાં આવે છે, ગળામાં મેતીના હાર પહેરાવવામાં આવે છે, બિસ્કુલ બારીક વો કે દેવદૂષે એઢાડવામાં આવે છે આ પ્રકારે અનેક પ્રકારની વસ્તુઓ મધુરાજાની શાંતિને માટે ભક્ત સેવકવર્ગ કરે છે છતાં પણ તેને શાંતિના બદલે અશાંતિ થાય છે. વિષયી મનુષ્યોને જેમ ધર્મની વાત વિષ જેવી લાગે છે તેમ વિયેગી મનુષ્યોને આ સર્વે ઝેર સમાન લાગે છે. એક તો પિતે મધુ અને તેમાં બીજો મધુ (વસંત)-બંનેનું મિશ્રણ થવાથી મધુરાજાને વિરહાગ્નિ વધુ પ્રદીપ્ત બને. તેથી વિકલ માણસની જેમ રાજા શૂન્યમનવાળે દુઃખી થઈ રહ્યો છે. તેના દુઃખથી સર્વે નાગરિકો પણ દુ:ખી બની ગયા. રાજાની આવી અવસ્થા થવા છતાં પણ મહામંત્રી ભયથી રાજાના શરીરની સુખશાતા પૂછવા માટે આવ્યા નહિ. અન્નપાણને છોડવાથી રાજા દિવસે-દિવસે ક્ષીણ થતો જાય છે. કામની નવમી-દશમી અવસ્થામાં જ્યારે આવ્યા ત્યારે સ્વજનેએ રાજાનો અંતકાળ જાણુને ભૂમિ ઉપર સુવાડે. રાજસેવકોએ દોડીને મંત્રીશ્વરને ખબર આપી. સાંભળીને વ્યાકુળ બનેલા મહામંત્રી તરત જ રાજમહેલમાં આવ્યા. રાજાને નમસ્કાર કરીને જયારે ઊભા રહ્યા ત્યારે રાજાએ મંત્રીના સામે જોયું. એકાંતમાં મહામંત્રીને કહ્યું: ‘મંત્રી, હવે તે તને સુખ થશે ને? દુઃખપૂર્વક અને મરેલો જોઈને તેને ઘણી શાંતિ થશે. હવે શાંતિપૂર્વક રાજ્ય કરજે. રાજાનું આવું વિરૂપ સ્વરૂપ જોઈને મંત્રીશ્વર વિચારવા લાગ્યા :-“કરું? કયાં જઉં? તેની આગળ કહું? આ લેક અને પરલોકથી વિરુદ્ધ પાપાચરણ કેવી રીતે કરાવું? રાજા સમજતા નથી. પરસ્ત્રીની અભિલાષાથી પિતાની કેવી અવસ્થા કરી નાખી છે ? જે હું આ પાપાચરણમાં સહાયક બનું તો લોકોમાં મારી નિંદા થાય. સહાયક ના બનું તે રાજા અવશ્ય પ્રાણ ત્યાગ કરશે. ત્યારે અત્યાર સુધી સાચવેલી મારી આબરૂ ઉપર પાણી ફરી વળશે અને મારે પુરાણે સેવક-ધર્મ ચાલ્યા જશે તે હવે મારે શું કરવું ?” આ પ્રમાણે વિચારતાં વિચારતાં એક નિર્ણય ઉપર આવ્યા ગમે તેમ થાય, તો પણ મારે રાજાનું કાર્ય કરવું જોઈએ. રાજા જીવિત હશે તે બધું જ છે. જે તે મરી જશે તો સર્વ વિનાશ થશે.” આ પ્રમાણે વિચારીને મીઠી મધુર ભાષા વડે રાજાને કહ્યું - સ્વામિન, જરાય મનમાં ચિંતા કરશે નહીં. અત્યાર સુધી હું સમજતું હતું કે આપ ઈંદુભાને ભૂલી ગયા હશે, પરંતુ આપ પિતાની પત્નીની જેમ હજી તેને ભૂલ્યા નથી. ક ઈ વધે નહી. હું ગમે તેમ કરીને તેની સાથે સંયોગ કરાવી આપીશ. મારા વચન ઉપર વિશ્વાસ રાખો વાધ્ય સુધારે. ધીમે ધીમે ૩૭