________________
સર્ગ-૫
૧૩૫
उवाच नारदस्तहि, त्वमेतल्लग्नपत्रकं । शुद्धाशुद्ध विचाराय, प्रदर्शयाविलंबतः ॥१५॥ मुनिनेत्युदिते भूमि–पाल आनाय्य पत्रकं । लपने लज्जमानोऽपि, प्रादर्शयन्मुनीशितुः ॥१६॥ मुनिर्लग्नं समालोक्य, वाचयित्वा विचार्य च । भूपतेर्मानसे शंका, प्रविधातुं शिरोऽधुनात् ।। १७॥ कंपिते मस्तकेऽकस्मा-न्मुनिना नारदेन तु । समुभूच्छंकितस्वांत-स्त्वरितं वसुधाधवः ।। १८ ॥ भूपोऽभ्यधान्मुने केन, हेतुना कंपितं शिरः।सोऽप्युवाच क्षमानाथ, किमप्यस्ति न कारणं ।। १९॥ शिशुपालोऽवदत्तूण, मुने कारणमंतरा । न भवेत्महतां चेष्टा, विशिष्टाचारधारिणां ॥२०॥ ततः प्रसद्य सद्यस्त्वं, निवेदय निबंधनं । प्रसह्येति नृपेणोक्ते, जगाद मुनिनारदः ॥२१॥ मया विलोकितं लग्नं, भग्नं च मम मानसं । यतो लग्नेऽत्र यानेन, शरीरे कष्टमस्ति ते ।। २२ ॥ अतो यत्नेन गंतव्यं, त्वयका कुण्डिने पुरे । अन्यथा ते महीनाथ, मृत्युरेव न संशयः ॥२३॥ शरीरे विद्यमाने च, समस्तमपि संभवेत् । इन्द्रियाणां गणे नष्टे, निःशेषमपि नश्यति ॥ २४ ॥ ततस्तव हितायाहं, निरुपयामि भूरिशः । गंतव्यं महता तत्र बलेन भवता सह ॥२५॥ रक्षणीयं शरीरं ते, महीपते यथातथा । आत्मीयं हि तदेवात्रा-वसरे कृत्यमेति यत् ॥२६॥ इत्युदित्वा कलिं घोरं, समुत्पाद्य च नारदः।प्रचचाल ततोऽन्यत्र, धरित्र्यां क्लेशमीक्षितुं ॥ २७॥
આ બાજુ “કૃષ્ણ શું કરે છે, દ્વારિકામાં જઈને જોઉં તે ખરો !' આમ વિચારી નારદજી દ્વારિકામાં આવ્યા. રાજમહેલના મંત્રીને પૂછ્યું. “તારા બંને સ્વામી (કૃષ્ણ–બલભદ્ર) કુશલ છે ને ? કયાં છે ?” “અમારા સ્વામિ કૃષ્ણ-બલભદ્ર પવનવેગી રથ ઉપર આરૂઢ થઈને કયાક ગયા છે. આ પ્રમાણે સંત્રીના મુખે સમાચાર જાણું નારદજી ખૂશ થયા. “વિષ્ણુ બીજે કયાંઈ જાય નહીં, નક્કી રૂક્ષમણને લેવા માટે જ ગયા છે. આમ વિચારી તરત જ નારદજી ચેદીનગરમાં શિશુપાલના રાજમહેલમાં પહોંચ્યા. શિશુપાલે ઘણુ આદર સહિત નારદને સત્કાર્યા. પ્રસન્ન બનેલા નારદે જાણે જાતાં જ ના હોય તેમ શિશુપાલને પૂછ્યું: “રાજન, મેં સાંભળ્યું છે કે તમારા લગ્ન રૂફમણી સાથે થવાના છે, તે વાત શું સત્ય છે ?? હસીને શિશુપાલે કહ્યું - “રવામિન, આપની પાસે શું છૂપાવાનું હોય ? આપે જે વાત કહી તે સાચી છે.” નારદે કહ્યું – “તારી લગ્ન પત્રિકા જેઉં. તે શુદ્ધ છે કે અશુદ્ધ ?” બેલવામાં લજજા આવવા છતાં શિશુપાલે તરત જ લગ્ન પત્રિકા નારદજીનાં હાથમાં મૂકી. લગ્ન પત્રિકા વાંચી વિચારીને રાજાના મનમાં શંકા ઉત્પન્ન કરવા માટે નારદે માથુ ધૂણાવ્યું. મસ્તકના કંપનથી શકિત બનેલા શિશુપાલે નારદજીને પૂછ્યું :–“સ્વામિન, આપે કયા કારણે માથું ધૂણાવ્યું.? મહાપુરૂષોની કોઈ પણ ચેષ્ટા કારણ વિનાની હતી જ નથી. તે કૃપા કરીને જે કાંઈ હોય તે આપ જરૂર કહેશે.” “રાજન , લગ્ન પત્રિકા જોઈને મારું મન ભાંગી ગયું. ખરેખર, આ લગ્નમાં તારા શરીરે કષ્ટ પડશે. શરીર સારૂં હશે, વિદ્યમાન હશે તે બધું જ છે, જે પાંચે ઈદ્રિયોને જ નાશ થઈ જાય તો બધાને જ નાશ છે, માટે કુંડિનપુર લગ્ન માટે જાવ તે