________________
૧૦૬
શાંબ-પ્રદ્યુમ્નચરિત્ર
तत्रातिमात्रमाहात्म्य-दानशौर्यादिकैर्गुणैः।चित्रं कुर्वन्निदं राजा, यो वोऽस्ति बुधैरपि ॥१५॥ नाम्ना भीष्मोऽप्यभीष्मश्च स्वप्रजापालनोद्यमे । संतापनाद्रिपुस्त्रीणां, नामसत्यार्थतां धरन् ।। १६ ॥ राज्ञस्तस्य प्रिया राज्ञी, रुपलावण्यसंयुता । श्रीमती कुर्वत्यनारतं, पति प्रति ॥ १७ ॥ वर्यचातुर्यगांभीर्य-शीलौदार्यलसद्गुणैः।ख्याता सा रुक्मिरुक्मिण्यौ, लालयंती सुतांगजे ।। १८ ॥
લક્ષમીના ગૃહ સમાન, લક્ષ્મીના કુંડ સમાન અને અચિંત્ય ચિંતારત્ન સમાન કુંડિનપુર નામનું નગર હતું. તે નગરના રાજાના પ્રતાપને શત્રુ રાજાઓ દિવસે ઘુવડની જેમ અને રાત્રિમાં કાગડાની જેમ જોઈ શકતા નહીં. આ રાજાના દાન, શૌર્ય, પરાક્રમ આદિ ગુણોના માહાઓનું વર્ણન પંડિત પુરૂષથી પણ યથાર્થ થઈ શકતું નહીં. એ ભીમ નામનો રાજા હતા. જે પિતાની પ્રજાનું પાલન કરવામાં અભીમ (સૌમ્ય) અને શત્રુ રાજાઓની સ્ત્રીઓ માટે તેનું “ભીમ’ નામ સાર્થક હતું.
એવા તે ભીષ્મ રાજાની રૂપ લાવણ્ય આદિ ગુણોથી સંપન્ન પતિપરાયણ શ્રીમતી નામની પટ્ટરાણી હતી. તે બંનેને ચાતુર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, સૌંદર્ય અને શીલ આદિ ગુણથી પ્રસિદ્ધિને પામેલા “રૂકિમ” નામનો પુત્ર અને રુકિમણું નામથી પુત્રી હતી.
तयामा देववदिव्यं, भुञ्जानो भोगमद्भुतं।साम्राज्यं पालयन् राजा, सभायां संस्थितोऽन्यदा।।१९॥ जनतापूरितामेतां, सभां तूर्ण समागतः । तस्य क्षमाधिनाथस्य, नारदः कलिदोहदः ॥२०॥ आगच्छंत तमालोक्य, भूपादयः सभासदः । सर्वेऽप्युत्थितवंतो हि, विनयो महतामयं ।। २१ ॥ सारसिंहासने सौबे, भूपालेन निवेशितः । स श्रीगुरुरिव प्रीत्या, ब्रह्मचर्यविभूषणः ॥ २२ ॥ अपरेऽपि क्षमापाला-दयः सर्वेऽपि पार्षदाः विनयेन पुरस्तस्य, सुशिष्या इव संस्थिताः ॥२३॥ क्षेमप्रश्नेन कुर्बति, प्रवृत्तिं वाचनामिवातावद्भीष्मपतेः पुत्रो, नारदेन निरीक्षितः ।। २४ ॥ तं दृष्ट्वा तस्य हृष्टं हृत, प्रफुल्लं नयनद्वयं।उच्छ्वसितं शरीरे च, रोम्णामध्युष्टकोटिमिः ॥२५॥
દેવની જેમ દિવ્ય સુખનો અનુભવ કરી રહેલા ભીમ રાજા રાજ્યનું પાલન કરે છે. ત્યાં એક દિવસે સભાસદોથી ખીચોખીચ ભરેલી રાજસભામાં ગામે ગામ ફરતા ફરતા કલિપ્રિય નારદજી પધાર્યા. નારદને આવતા જોઈને રાજા આદિ સર્વે સભાજનો ઊભા થઈ ગયા. મહા પુરૂષોનો વિનય એ મુખ્ય ગુણ હોય છે. બ્રહ્મચર્યથી વિભૂષિત નારદને ગુરૂની જેમ મોટા સિંહાસન ઉપર બેસાડયા અને બધા સભાજને તેમની આગળ શિષ્યની જેમ રહ્યા. જાણે ગુરૂ શિષ્યની વાચના ચાલતી હોય તેમ એક બીજાને ક્ષેમકુશલ પૂછી રહ્યા છે, ત્યાં નારદે ભીષ્મ રાજાના પુત્રને જે. જેઈને નારદ હૃષ્ટ પુષ્ટ થઈ ગયા. બને આંખે વિકસ્વર બની ગઈ મન પ્રફુલિત બન્યું અને શરીરની સાડા ત્રણ કોડ રેમરાજી વિકસવર બની ગઈ