Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 36
________________ દેહાધ્યાસની પુષ્ટિ માટે અન્યને કષ્ટ આપે છે, ત્રાસ આપે છે, માનસિક ત્રાસ પણ આપે છે તો ક્યારેક તેનો જાન પણ લઇ લે છે... ભારેકર્મીના જીવનમાં તો દેહાધ્યાસની પુષ્ટિના નિમિત્તે ધર્મનું નામ-નિશાન નથી. પણ સામાન્ય જીવોના જીવનને તપાસીશું તો પણ ખબર પડશે કે ધર્મ નથી થતો તેનું મુખ્ય કારણ દેહાધ્યાસ (શરીરની સુખકારિતા) અને ક્યારેક થોડો ધર્મ થાય છે તે પણ ઘણું કરીને દેહાધ્યાસને ન્દ્રમાં રાખીને... ૧) રોજ એકાસણુ-આયંબિલ વગેરે પચ્ચક્ખાણ તો જીવ નહીં કરે પણ પોરિસ પચ્ચક્ખાણ પણ નથી કરતો કારણ શરીરને ફાવતું નથી પણ રોજ નવકા૨શી કરે છે, કારણકે શરીરને વિશેષ કષ્ટ આપ્યા વગર જ ૧૦૦ વર્ષના નારકીનાં દુઃખો ખપી જાય છે... ૨) રોજ ચઉવિહાર નહીં કરે કારણકે રાતના ભૂખ-તરસ લાગે છે, તેથી શરીરને ગમતું નથી પણ માંદગીમાં રાતના નહીં ખાય. કારણ ૧) Doctor ના પાડે છે અને ૨) રાતના ખોરાક પચતો નથી, નહિ કે રાત્રિભોજનને પાપ માને છે... ૩) ઘરમાં, દુકાનમાં, કે Hill-Station ૫૨ A.C. વગર ગમતું નથી કારણકે ગ૨મીથી શરીરમાં બેચેની વધે છે, તો સંવત્સરી-પ્રતિક્રમણ સારી રીતે થયાનો આનંદ પણ તેથી જ માને છે કે મસ્ત પવનનો સ્પર્શ કરાવતી બારી પાસે સ્થાન મળેલું... ૪) ઢગલાબંધ તીર્થો ઝઘડામાં છે, તો ઢગલાબંધ પ્રાચીન પ્રભાવક પ્રતિમાઓ જિનાલયમાં એકલી અટૂલી અપૂજ પડેલી છે. પણ ત્યાંની જુનવાણી ધર્મશાળા અને ભોજનશાળા ફાવતી ન હોવાથી પ્રાચીન તીર્થો પણ આકર્ષણનું કારણ નથી બનતા, તો સામે હાઇવે ટચ-લકઝુરિયસ સર્વીસ આપતી ધર્મશાળાઓ અને હોટલ જેવું ખાણુ પીરસતી ભોજનશાળાઓ જ્યાં છે, ત્યાં ઘણા લોકો જાય છે. તીર્થો નાના પડે છે... આમ, મહત્તા પ્રભુભક્તિની નહીં પણ પોતાની અનુકૂળતાની ક્યારેક થઇ જાય છે. ૫) ઘે૨ સાધુ પધારે ત્યારે ઉલટભેર ભક્તિથી વહોરાવવાના ભાવ છે, પણ ખુલ્લા પગે વિનંતિ કરવા જવું, લાવવા, મૂકી જવા વિગેરે વિવેક નથી તેનું એક કારણ કે તેમાં કાયકષ્ટ છે. જયણાપૂર્વક-શુદ્ધતાને જાળવી શુભભાવોપૂર્વક પોતાના હાથે રસોઇ બનાવીને સાધુ-સાધર્મિકની ભક્તિ કરવા 2. ૨૧

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138