Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 104
________________ |E) વિધિગ્રહણ અભ્યાસ - ગુરુના મુખે વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું અને આદરપૂર્વક, સખત પુરુષાર્થ કરવાપૂર્વક ધારણ કરવું તે. એટલે કે ગીતાર્થ ગુરુની સંમતિ અને સૂચનપૂર્વક, વિદ્યાગુરુ તથા જે ગ્રંથાદિ જાણવાનો છે તેના રચયિતાને વંદન.. ઉચ્ચસ્થાને સ્થાપન, બહુમાનભાવ, ઔચિત્યયુક્ત હૃદયને બનાવી નવા નવા અર્થો ગ્રહણ કરવા, ધારણ કરવાનુશંકાઓનું નિવારણ કરી પુનરાવર્તિત કરવા તે. આમ, પ્રાયઃ કરીને જીવનમાં ઉપરોક્ત પાંચ પ્રકારના જ્ઞાનના વિનય ઉલટા ક્રમે પ્રવેશ પામે છે, સૌ પ્રથમ વિધિગ્રહણ-અભ્યાસ દ્વારા વાચનાપૃચ્છના-પરાવર્તન થાય, ત્યારબાદ સમ્યભાવના દ્વારા અનુપ્રેક્ષા થાય, ત્યારબાદ તાત્ત્વિક ભક્તિ-બહુમાન આવે અને પછી જ તાત્ત્વિક શ્રદ્ધા પ્રકટે. આમ માત્ર બે હાથ જોડીને ઊભા રહેવું તેને જ શાસ્ત્રમાં વિનય તરીકે નથી બતાવ્યો પણ ઉપરોક્ત પાંચ ચીજને જ્ઞાનના વિનયમાં સમાવિષ્ટ કરેલી છે. ૨) દર્શન વિનય – દર્શન વિનયના બે ભેદ છે A) શુશ્રુષા વિનય B) અનાશાતના વિનય. (A) શુશ્રુષા વિનય – દર્શન (સમ્યક્ત ગુણ)માં આપણા કરતા વધુ નિર્મળતા ધરાવનાર તમામનો વિનય કરવાનો છે, તે પણ ૧૦ પ્રકારે છે. ૧) સત્કાર – દર્શનગુણમાં વધુ શ્રેષ્ઠ તમામ વ્યક્તિની સ્તવના-નંદનાદિ કરવા જોઇએ. ૨) અભ્યત્થાન - દર્શનગુણમાં વધુ શ્રેષ્ઠ તમામ વ્યક્તિના દૂરથી થતા દર્શને જ આસન છોડી ઊભા થવું. ૩) સન્માન – વસ્ત્ર-પાત્ર આદિ ઉત્તમ અને જરૂરિયાતની વસ્તુથી પૂજન અથવા વસ્તુ તે-તે પૂજ્યોના ચરણોમાં સમર્પિત કરવી. ૪) આસનાભિગ્રહ - હજી ગુરુ (તે પૂજ્ય વ્યક્તિ) ઊભા હોય અને તેના હાથમાંથી આસન લઇ યોગ્ય સ્થાને પાથરી હે પૂજ્ય ! આપ પધારો વગેરે રીતે ભક્તિ કરવી તે. ૫) આસન અનુપ્રદાન - તે-તે પૂજ્ય વ્યક્તિઓને એક સ્થળેથી બીજે સ્થળે જવું હોય તો તે પૂર્વે જ યોગ્ય સ્થળે આસનનું સંચારણ કરવું તે.. તાત્પર્યાર્થ તેવો છે-તે પૂજ્ય ગોચરી વાપરવા જાય તે પૂર્વે જ આસન ત્યાં

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138