Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 113
________________ શ્રાવકોએ અવશ્ય સ્વાધ્યાય કરવા યોગ્ય ગ્રંથો - પાંચ પ્રતિક્રમણ = આવશ્યક ક્રિયાના સૂત્રો. - નવસ્મરણ = મંત્રગર્ભિત-પ્રભાવક સૂત્રો, જે શારીરિક-માનસિકસાંયોગિક-કર્મજન્ય-ઉપદ્રવજન્ય તમામ દુઃખો દૂર કરે છે. - ૪ પ્રકરણ માં નું ૧ લું જીવવિચાર – જૈનશાસનનું જીવવિજ્ઞાન. ૨ જું નવતત્ત્વ = વિશ્વના મૂળભૂત દ્રવ્યોની વિચારણા. ૩ જું દંડક = અલગ અલગ પદાર્થોનો સમુહ. ૪ થું લઘુસંગ્રહણી = જેને ભૂગોળ. - ૩ ભાષ્ય અંતર્ગત ૧ લું ચૈત્યવંદન ભાષ્ય = દેરાસર સંબંધી વિધિ. ૨ જુ ગુરુવંદન ભાષ્ય = ગુરુવંદન તથા ગુરુ સાથેના સંબંધની જાણકારી ૩ જું પચ્ચકખાણ ભાષ્ય એકાસણુ-આયંબિલ આદિ પચ્ચકખાણનું જ્ઞાન. - ૬ કર્મગ્રંથ = જે પ્રવૃત્તિ કરીએ છીએ તેનું પરિણામ શું ? અને જે પરિસ્થિતિમાંથી પસાર થઇએ છીએ, તેનું કારણ શું ? તે બતાવતા ગ્રંથો. - પંચસૂત્ર - તથાભવ્યત્વનો પરિપાક કરવા ચાર શરણ સ્વીકારદુષ્કૃતગર્તા સુકૃતઅનુમોદના દ્વારા જીવને મુક્તિગમન કરવા માટેનો સ્પષ્ટ માર્ગ. - શ્રાદ્ધવિધિ :- ગૃહસ્થ અવસ્થામાં સંસારકાર્યોને ધર્મમય કેવી રીતે બનાવવા ને ગૃહસ્થ તરીકે કેવી રીતે ધર્મ કરવો તેની સમજણ. તત્ત્વાર્થ સૂત્ર:- જૈન દાર્શનિક ગ્રંથ, તાત્ત્વિક પદાર્થોનો સંગ્રહ ગ્રંથ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવી શોધોના મૂળ તેમાં છે, અણુવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાનની બાબતોનો પણ ઘણો સંગ્રહ છે. ધ્યાનની પરંપરા પણ તેમાંથી મળે.... પરમાત્માએ સાધુને પાંચ પ્રહર (૧૫ કલાક) સ્વાધ્યાય નામનો તપ આરાધવાનો કહયો, આના પરથી જ સ્વાધ્યાયની મહત્તા સમજાય તેવી છે. અન્ય પરંપરાએ પોતાની પરંપરાના ઊંડાણમાં જઈ લોકભોગ્ય બનાવી તો બૌદ્ધો વિપશ્યના દ્વારા કે ઇસાઇઓ બાઇબલ, હિંદુઓ ગીતા દ્વારા આખા વિશ્વમાં ફેલાયા. જ્યારે જૈન શાસ્ત્રો સર્વોત્કૃષ્ટ હોવા છતાં સાવ અજ્ઞાત રહયા. તેથી ખૂબ શ્રદ્ધાપૂર્વક સ્વાધ્યાયમાં આગળ વધવા જેવું છે.

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138