Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 119
________________ પૂર્ણાહૂતિ થયેલ છે.) ત્યારબાદ તમામની સાધર્મિકભક્તિ ક૨વી, જીવદયાઅનુકંપા-સુપાત્રદાનાદિના શુભકાર્યો કરવા-કરાવવા... અને લોકોમાં તપધર્મનો જયજયકાર થાય, પ્રભુશાસનના સિદ્ધાંતો માટેનો આદરભાવ ઊભો થાય, લોકહૃદયમાં પરમાત્માની આજ્ઞા પાળતા ઇહલોક-પરલોક બન્ને સુધરે છે, આવી માન્યતા પુષ્ટ થાય વગેરે આશયથી જ આ આડંબર કરવાના છે...... માટે જ શાસ્ત્રમાં આને આડંબર નહીં પણ શાસનપ્રભાવના તરીકે નવાજવામાં આવ્યું છે. વળી જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપકરણો યથાશક્તિ લાવી લોકોના દર્શનાર્થે રાખે... આ ઉત્તમ સામગ્રીના સહારે જ ભવસાગર તરવાનો છે. આવી ભાવનાથી ઘરે બધી વસ્તુ પધરાવે-ઉચિત સન્માનાદિ કરી મહોત્સવ પૂર્ણ થયે બધાજ ઉપકરણોનો સારા સ્થાને વિનિયોગ કરે. એટલે કે જ્ઞાનના ઉપકરણો બાળકોને ભણવા માટે પાઠશાળાદિમાં આપે, દર્શનના ઉપકરણો જરૂરિયાતવાળા જિનાલયોમાં પરમાત્માની ભક્તિમાં અર્પે, ચારિત્રના ઉપકરણો દ્વારા સાધુ-સાધ્વી ભગવંતોની નિર્દોષ દ્રવ્યથી ભક્તિ કરે. આ રીતના પોતાના તપના ઉજમણા દ્વારા ગુણીઓની અને ધર્મીઓની ભક્તિ દ્વારા, ગુણના બીજ વાવવા દ્વારા પોતાના તપને સાનુબંધ બનાવે છે. તપની અનુમોદના તપસ્વીની અનુમોદના વગર શક્ય જ નથી, માટે લોકો તપસ્વીની અનુમોદના કરશે પણ સ્વયં પોતે જાગૃતિ એ રાખવાની છે કે આ મહોત્સવ મારી જાતની advertise માટે, ધર્મને વેંચી પ્રશંસા કે ભૌતિકલાભ ખાટવા માટે નથી પણ આ મહોત્સવ સ્વ-પરમાં પ્રભુની આજ્ઞાનો ફેલાવો થાય તે માટે છે... માટે આજે ઘણી વખત અઠ્ઠાઇ-માસખમણ-પૂજા-પૂજન, ૯૯, ઉપધાનાદિ આરાધનાઓ ર્યા બાદ થનારા Functionમાં જે ૫રમાત્માની આજ્ઞા નિરપેક્ષ રાત્રિભોજન, અભક્ષ્યભોજન, માત્ર પોતાની સત્તા-સંપત્તિસંબંધોનો વ્યાપ વગેરેની દેખાડાની મહત્તા વગેરે જોવા મળે છે તેને આરાધનાનું ઉજમણું કહેવાની જગ્યાએ આરાધનાનું ઉઠમણું કહેવુ વધુ ઉચિત ગણાશે.... ૧૦૦ 2.

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138