Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 133
________________ (૧૫) ષટ્કાય તપ :- જીવો પ્રત્યે જયણાનો-મૈત્રીનો-પ્રેમનો ભાવ હૃદયમાં ધારણ કરીને ષટ્જવનિકાય માટે (પૃથ્વી, અપ્, તેજો, વગેરે) સળંગ ૬ ઉપવાસ ક૨વાથી આ તપ થાય છે. વાયુ, વનસ્પતિ (૧૬) વર્ષીતપ :- પૂર્વ ભવમાં બળદને ખાવામાં અંતરાય ક૨વાને કારણે પ્રભુ ઋષભને સળંગ ૧૩ મહિના સુધી ચોવિહાર ઉપવાસ કરવાના થયા. તેમના તપની યાદમાં તથા કઠણ કર્મોના નાશ માટે ઉપવાસ-બિયાસણું ૧૩ મહિના સુધી કરીને આ તપ થાય છે. કેટલાક લોકો જીવનમાં ૧-૨-૫૧૦ વર્ષીતપ પણ કરે છે. તો કેટલાક લોકો બિયાસણાની જગ્યાએ એકાસણું, આયંબિલથી પણ આ તપ કરે છે. વર્ષ સુધી ચાલવાને કારણે આ તપ વર્ષીતપ કહેવાય છે. (૧૭) વર્ધમાન તપ આયંબિલની ઓળી :- વર્તમાન કાળમાં સૌથી પ્રખ્યાત તપમાં આ તપ આવે છે. વિકારોને નાશ કરવાને માટે, મનને ખરાબ વિચારોથી અટકાવાને માટે આ તપ ખુબજ ઉ૫કા૨ક છે. ક્રમશઃ ૧-૧ ઓળીમાં ૧ આયંબિલ વધે છે. એટલા માટે આને વર્ધમાન તપ કહેવાય છે. સૌથી પહેલા ૨૦ દિવસમાં ૫ ઓળી સાથે જ કરવાની હોય છે. ઘણા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ૧૦૦ ઓળી પૂર્ણ કરીને આગળ પણ વધે છે. દરેક જણે આ તપમાં અવશ્ય આગળ વધવું જોઇએ. (૧૮) વીશસ્થાનક તપ :- બધા તીર્થંકર ભગવંત પૂર્વના ત્રીજા ભવમાં વીશસ્થાનક તપની આરાધના અને ‘સવિ જીવ કરું શાસન રસી'' ની ભાવનામાં મગ્ન બને છે. તીર્થંક૨ નામ કર્મની નિકાચના કરે છે. તેના જ કારણે તીર્થંક૨ બને છે, સંઘની / તીર્થની સ્થાપના કરી શકે છે, અષ્ટપ્રાતિહાર્ય, ૩૪ અતિશયાદિ અનન્ય સામાન્ય ગુણ-સમૃદ્ધિના ધા૨ક બને છે. ૧,૮૦,૬૪૫ માસખમણથી નંદન રાજર્ષિએ વીશ સ્થાનકની આરાધના કરી અને ૨૪ માં તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર બન્યા. એવા વીશસ્થાનક તપમાં અરિહંતસિદ્ધ-પ્રવચન-તીર્થાદિ ૨૦ ઉત્તમ તત્ત્વોની આરાધના માટે વર્તમાનમાં ૬ મહિનામાં ૨૦ ઉપવાસ કરવાના હોય છે. એવી કુલ ૨૦ ઓળી કરવાની હોય છે. (૧૯) સિદ્ધિ તપ :- સિદ્ધિદાયક સિદ્ધિતપ, આમાં૧ ઉપવાસ-બિયાસણું, બે ઉપવાસ-બિયાસણું..., આઠ ઉપવાસ-બિયાસણું, કુલ ૩૬ ઉપવાસ-૮ ૧૧૪ સ્થ2.

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138