________________
(ચ) ૯-૧૧-૧૫-૧૬-૧૭-૨૧-૨૪-૩૦-૫૧ ઉપવાસની આરાધના કરી
(છ) જેમાં ૧૦૨૪ ઉપવાસ આવે, એવા છ વર્ષ ચાલે એટલો વિરાટ સહસ્ત્રકૂટ
તપ પણ એમણે કરેલો છે. (જ) ગૌતમલબ્ધિતપ, નિગોદનિવારણતા, શત્રુંજય તપ કરેલો છે. એ બધામાં
ઉપવાસના દિવસે પુરિમષ્ઠનું જ પચ્ચકખાણ પારે છે. (ઝ) શત્રુંજયની ૬ વખત ૯૯ યાત્રા. (ટ) અટ્ટમ કરીને ૧૧, અઠ્ઠમ કરીને ૧૭ અને અટ્ટમ કરીને ૨૧ યાત્રા પણ
શત્રુંજયની કરી છે. ૮) એક સાધ્વીરના દીક્ષા લેતાની સાથે જ ગુજ્ઞાથી ઘોર તપ કરી રહ્યા છે. (A) એમને ૧૦૦ ઓળી પૂર્ણ થઇ. (B) ૧૦૦ મી ઓળીમાં છેલ્લે ૮ ઉપવાસ ક્ય, પછી ગિરિરાજની યાત્રા બાદ
પારણુ . (C) ૧૦૦ મી ઓળીમાં જ ટી.બી. થયેલો, ડોક્ટરની ઘણી ના હતી, પણ
એમણે એમની વાત ગણકારી નહિ. ઓળી પૂર્ણ કરી. (D) મોન સહિત ૩૦ ઉપવાસ-૪૫ ઉપવાસ, ૨૨૯ છઠ્ઠ-ભદ્રતા, શ્રેણીતા
શત્રુંજય તપ-આઠ કર્મની પ્રકૃતિનો તપ, શત્રુંજય તપમાં ૯૯ યાત્રા, અઠ્ઠમ કરીને ૨૧ યાત્રા, નવકાર તપ, સળંગ ૫૦૦ આંબિલ... આટલી
ઘોર તપશ્ચર્યા કરી છે. (E) ગમે એટલી ઠંડી પડે તો પણ સંથારો-ઉત્તરપટ્ટો સિવાય ત્રીજી કોઇપણ
વસ્તુ ન પાથરે. (F) ગમે એટલી ઠંડીમાં એક કામળીથી વધારે ન ઓઢે. (G) ઠંડી સહન કરવા માટે આ સાધ્વીજી રૂમ-હોલમાં સંથારો કરવાને બદલે
ગેલેરી વગેરે સ્થાનોમાં સંથારો કરે. (H) ઉષ્ણપરિષહ સહન કરવા ભરગરમીમાં કામળી ઓઢીને બહાર નીકળે. ૯) એક સાધ્વીજી વિ.સં. ૨૦૪૫ ના ક.વ. ૧૧ના દિવસે ૪૯માં ચાલુ
વર્ષીતપમાં કાળધર્મ પામ્યા.