Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 130
________________ વગેરે કર્મબંધના કારણો થી જીવ કર્મની ૮ મૂળપ્રકૃતિ, ૧૨૦ ઉત્તરપ્રકૃતિ નો બંધ કરે છે. અને એના પરિણામમાં ચતુર્ગતિ રુપ સંસારમાં દુઃખ સહન કરવું પડે છે. આવા સંસારમાંથી મુક્ત થવા માટે-આઠ કર્મના નાશ માટે આ તપ ક૨વો જોઇએ. આ તપમાં ૮ દિવસની ૮ ઓળી, એટલે ૬૪ દિવસની આરાધના કરવાની છે. ૧લો દિવસાર જો દિવસ ૩જોદિવસ એકાસણુ એકિસડ્થ (દાણો)–એકલઠાણું- | એકલઠાણુ-નીવિ ઉપવાસ ઠામ ચોવિહાર ઠામ ચોવિહાર એક દત્તી | ૪થો દિવસ | ૫મો દિવસ |૬ઠ્ઠો દિવસ ૭મો દિવસ ૮મો દિવસ આયંબિલ |૮ કોળીયા (૬) અગ્યાર અંગ તપ :- પ્રભુ મહાવીરે ગૌતમસ્વામી વગેરે ૧૧ ગણધરોની સ્થાપના કરી (ભગવાને જેની અર્થથી અને) ગણધર ભગવંતોએ જે ૧૧ અંગ આગમો ની સૂત્રથી રચના કરી, એ અગ્યાર અંગ આગમોની ઉપાસના તથા જ્ઞાનાવરણ કર્મના ક્ષય માટે આ તપ કરવાનો છે. આમાં અગ્યાર મહિના સુધી સુદ અગ્યારસે યથાશક્તિ આયંબિલ કે ઉપવાસ કરીને અંગ આગમની ઉપાસના કરવાનું વિધાન છે. આની બીજી પણ વિધિ અન્ય ગ્રંથોમાં ઉપલબ્ધ છે. (૭) દશવિધસાધુ ધર્મ તપ :- સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મના મુખ્ય બે ભેદ છે. આમાંથી સર્વવિરતિ ધર્મ જ મુખ્ય છે. ક્ષમા, મૃદુતા, આર્જવતા વગેરે દશ પ્રકારના સાધુના ગુણોને આત્મસાત્ કરવાને માટે ૧૦ એકાંતર ઉપવાસ કરવાના હોય છે. (૮) ભદ્ર તપ ઃ- વિઘ્નોના નાશ તથા આત્મકલ્યાણ ના લક્ષ્યથી કરાતો આ ભદ્ર તપ જીવનું ઉત્થાન કરે છે. આ પાંચ શ્રેણીમાં કુલ મળીને ૧૦૦ દિવસમાં પૂર્ણ થાય છે. વચ્ચેના બધા પારણામાં બીયાસણું કરવાનું હોય છે. શ્રેણી ઉપવાસ |પહેલી |૧|૨ |૩|૪|૫ ૨ બીજી ૩૦૪ ૧૫ ૧૧ ત્રીજી ૪ ૧૧ |૨ ૧૩ ૪ |ચોથી |૨|૩|૪|૫ પાંચમી|૪|૫|૧ |૨ ૩ ૧ આ પ્રમાણે જ સાત શ્રેણીમાં મહાભદ્ર ત૫ ૨૪૫ દિવસમાં થાય છે. ભદ્રોત૨ તપ પાંચ શ્રેણીના માધ્યમે ૨૦૦ દિવસમાં અને સર્વતોભદ્ર તપ પાંચ શ્રેણીના માધ્યમે ૪૪૧ દિવસમાં થાય છે. ૧૧૧ ૩૬ ૦.

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138