Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 118
________________ તપનું ઉજમણું છે -આર્યસંસ્કૃતિની ઉત્તમ પરંપરા... ઘરમાં કોઇપણ શુભપ્રસંગ બન્યો હોય તો સ્વજનો-પરિજનોને ભેગા કરી જમાડે, પોતાની ખુશી બધામાં પ્રસરાવે... ઉદા. પરમાત્માનો જન્મ થયો અને સિદ્ધાર્થરાજાએ મહોત્સવ કરાવી સ્વજનો-નગરજનો આદિને ભેગા કરી જમાડી-પહેરામણી આપી પોતાના નૂતન જન્મેલા બાળકની વિશિષ્ટતાઓ જણાવી-ગુણને અનુસરનારું વર્ધમાન નામ પાડયું. પ્રશ્ન થાય કે નામ જ પાડવું હતું તો ખૂણામાંય પાડી શકતા હતા, આટલા મહોત્સવ કે ભભકા શા કારણે ક્યું ? તો શાસ્ત્રો જણાવે છે, પરમાત્મા વિશિષ્ટ પુણ્ય-ગુણ-સર્વાના સ્વામી હતા, ભવિષ્યમાં તીર્થકર બની બધાને તારનાર જિન ધર્મના સ્થાપક બનવાના હતા. તો આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે લોકો પરમાત્માના ચાહક અને ફોલોઅર (અનુયાયી) બને.. તે માટે પરમાત્માના ગુણોનો-શક્તિનો જેમ પ્રચાર કરવાનો છે તેમ પરમાભાના કારણે લોકો આ લોકમાં પણ સુખી બને, અનુકૂળ સામગ્રીના સ્વામી બને છે તેવું ઠસાવવું પડે છે. પરિણામે નાનપણમાં રહેલા વર્ધમાનને લીધે આપણને પહેરામણી (ભેટસોગાદો મળી, આપણને અનુકૂળતા મળી એવું માની લોકો પ્રભુ તરફ અહોભાવવાળા અને લાગણીવાળા બને છે. અને તેથી પરમાત્માનું વચન આદેયવચન / ઉપાદેયવચન ગણી તેમના ચાહક અને અનુયાયી બને છે, આમ જે તત્ત્વને વિશ્વવ્યાપક બનાવવું છે તે તત્ત્વમાં ઉપકારીપણાની અને ઉપયોગીપણાની સમજ પેદા કરાવવી અતિઆવશ્યક છે, જેમ આઈજ્યતત્ત્વ વિશ્વવ્યાપક બનાવવું એ આપણું કર્તવ્ય છે, તેમ “તપ” નામનું તત્ત્વ પણ વિશ્વવ્યાપક બનાવવું જરૂરી છે માટે તપમાં ઉપકારીપણાની તેમજ ઉપયોગીપણા સમજ પેદા કરાવવી જરૂરી છે. અને માટે જ કોઇ પણ તપની પૂર્ણાહૂતિ પછી યથાશક્તિ ૩-૫-૮ આદિ દિવસનો મહોત્સવ ઉજમણું આદિ કરવાનું વિધાન શાસ્ત્રમાં બતાવાયું છે... પોતાના પરિવારજનોને ભેગા કરી પરમાત્માના વિશિષ્ટ પૂજા-પૂજનાદિ કરાવવા ઉત્તમ ધૂપ-દીપક-ફળ-નૈવેદ્યાદિ પરમાત્માને ચરણે સમર્પિત કરાવવા (કારણ પરમાત્માની કૃપાથી તપની નિર્વિને

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138