Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 112
________________ (૩) પરાવર્તના – શંકાનું નિવારણ કરી બોધ સ્પષ્ટ બનાવી, વારંવાર તેને યાદ કરવું-પાઠ કરવો-પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા - પુનરાવર્તન દ્વારા સૂત્ર-અર્થ એકદમ આત્મસાત્ થાય તે બાદ પોતાના ક્ષયોપશમ મુજબ તેની ઉપર ચિંતન કરવું. (૫) ધર્મકથા - ચિંતન દ્વારા સ્પષ્ટ બોધવાળા થયેલા પદાર્થો અન્ય પાત્ર જીવોને આપી ધર્મની જ્ઞાનવારસાની પરંપરાને અવિચ્છિન્ન બનાવવા પ્રયત્ન કરવો. જ્ઞાનના મુખ્ય બે કાર્ય છે, Control Power - Protection Power, ઉન્માર્ગથી રક્ષણ કરવું અને સન્મતિનો તમારી પર કન્ટ્રોલ રાખવો. માટે જ જ્ઞાનસારમાં મહોપાધ્યાયજી જણાવે છે. शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्रम् निरूच्यते । વચનં વીતરાાસ્ય, તત્તુ નાન્યસ્ય ચિત્ || જ્ઞાનસાર પંડિતો દ્વારા આત્મનિયંત્રણ અને આત્મરક્ષણ કરવાની શક્તિરૂપે શાસ્ત્રઆગમની મહત્તા દર્શાવવામાં આવી છે તે તો (આગમનું) વીતરાગનું વચન જ હોય, બીજા કોઇનું નહીં. વળી જ્ઞાન આત્માના વાસ્તવિક સ્વભાવને પ્રગટ કરવાનું કારણ છે. સતત સ્વાધ્યાય કરવાથી વાસ્તવિક સ્વભાવ સહજ રીતે પ્રગટ થાય છે, વિભાવો છુટવા માંડે છે, જીવ પ્રસન્ન બનતો જાય છે માટે જ જ્ઞાનસારમાં લખ્યું છે ``સ્વમાવ-તામસંહાર-હારનું જ્ઞાનમિષ્યતે’’ આત્મસ્વભાવની પ્રાપ્તિમાં કારણભૂત શુદ્ધ સંસ્કારોનું કારણ જ્ઞાન મનાય છે. યાદ આવે વજસ્વામીનો પૂર્વભવ-દેવલોકમાં રહી પુંડરીક-કંડરીક અધ્યયનનો રોજ ૫૦૦ વખત સ્વાધ્યાય, તેના પ્રભાવે વજસ્વામીના ભવમાં ઘોડિયામાં સુતા સુતા ૧૧ અંગ મુખપાઠવિશિષ્ટ લબ્ધિઓ-સિદ્ધિઓ-સૌભાગ્યના ધારક, તે કાળના Top કક્ષાના જ્ઞાતા પોતે બન્યા... આ તાકાત છે સ્વાધ્યાયની. યાદ આવે દુર્બલિકાપુષ્યમિત્ર, રોજનું સવાશેર ઘી વાપરે પણ શરીર ન વધે, આટલો વિશિષ્ટ સ્વાધ્યાય તેમના જીવનમાં હતો, હા, સ્વાધ્યાયમાં શરીર કાયક્લેશ કરતા પણ વધુ લેવાઇ જાય છે, અને કર્મો વધુ ખપે છે, આપણે પણ આપણા જીવનમાં કમ સે કમ પાંચ પ્રતિક્રમણ-નવસ્મરણ-૪ પ્રકરણ-૩ ભાષ્ય-૬ કર્મગ્રંથ... વગેરે પાયાના ગ્રંથોનો અભ્યાસ, પ્રવચન શ્રવણ-સારા પુસ્તકોનું વાંચન વગેરે દ્વારા સ્વાધ્યાય નામનો તપ આરાધવો જોઇએ. ૯૩ ૬ ૨૦૦૨.

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138