Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 107
________________ (E) યથાખ્યાત – બિલકુલ અતિચાર વિનાનું-મોહનીયકર્મના સંપૂર્ણ ઉદય રહિતનું વીતરાગભાવ વખતનું આ ચારિત્ર હોય છે, જે ૧૧ થી માંડી ૧૪ માં ગુણસ્થાનક સુધી હોય છે. આ પાંચે ચારિત્રની-તેનાથી મળતા કર્મનિર્જરાના ફળની અર્થાત્, આ પાંચેય ચારિત્રની વિશિષ્ટ ક્ષમતા ઉપર શ્રદ્ધા રાખવી, યથાશક્ય ચારિત્રનું કાયાથી આચરણ કરવું અને અન્ય પાત્ર જીવો સામે તેના સ્વરૂપનું-મહિમાનું-ઉત્કીર્તન કરી વધુને વધુ જીવોને ચારિત્રમાં સ્થિર કરવા તે ચારિત્રનો વિનય છે, તેમ શાસ્ત્રમાં કહ્યું છે. सामाइयाइचरणस्स सहणं तहेव कायेणं । संफासणं परुवणमह पुरओ सव्वसत्ताणं ॥ इति चारित्रविनय ૪ થી ૬) માનસિક-વાચિક-કાયિક વિનય - આચાર્યાદિ (પૂર્વે દર્શવેલા છે તે બધા) સર્વેનું સર્વ કાલ વિશે અશુભ વિચારવું-બોલવું કે કરવું નહીં, અને શુભ વિચારો-વાણી-આચરણને જીવનમાં વણવાનો પ્રયત્ન કરવો. ૭) ઔપચારિક વિનય - ઔપચારિક વિનય સાત પ્રકારે છે. अब्भासऽच्छणं छंदाणुवत्तणं कयपडीकिई तह य । कारिअनिमित्तकरणं दुक्खत्तगवेसणं तह य ॥ तह देसकालजाणण सव्वत्थेसु तह य अणुमई भणिया । उवयारिओ उ विणओ एसो भणिओ समासेणं ॥ અબ્બાસડ∞ળ = સૂત્ર-અર્થ મેળવવાના આશયથી હંમેશા ગુરુની નજીક રહેવું. છંવાળુવત્તળ = ગુરુની ઇચ્છાને અનુસરવું... એમની ઇચ્છા મુજબ વર્તવું. ચપડિવિડ્ = ગુરુની ભોજન-પાણી આદિ દ્વારા ભક્તિ કરવી, કારણ કે તેનાથી ઉત્કૃષ્ટ નિર્જરા તો થાય છે, પણ ઉચિત વિનયથી પ્રસન્ન થયેલા ગુરુ નવા નવા સૂત્ર-અર્થનું જ્ઞાન આપે છે. ગરિયનિમિત્તજ્જળ : ગુરુએ સૂત્ર-અર્થ, ગ્રહણશિક્ષા, આસેવન શિક્ષા આપવા દ્વારા ખૂબ મોટો ઉપકાર ર્યો છે, માટે કૃતજ્ઞભાવે ઉચિત વિનય ક૨વો જોઇએ. વ્રુન્દ્વત્તાવેસળ : રોગ-વ્યાધિ આદિથી પીડિત હોય ત્યારે ઔષધાદિથી સેવા કરવી. વેસશતનાળન : ઉચિત સમય-સ્થળને જાણી વ્યવહાર કરવો. હું 2 ८८

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138