________________
સવર્ત્યનુ અણુમડુ : તેમની તમામ વિચારધારામાં-પ્રવૃત્તિમાં-કાર્યમાં અનુમતિ આપવી અર્થાત્ તેમના તમામ કાર્યોમાં યથાશક્ય સહકાર આપવો.
પ્રસ્તુતમાં લોકોત્તર વિનયને આશ્રયીને વાત હોવાથી ગુરુ-શિષ્યના સંબંધને કેન્દ્રમાં રાખી વાત લખી છે, પણ સંસારી જીવોએ પણ વિનય કરવાનો હોય છે, એટલે ઉ૫૨ અલગ અલગ જે વિનયો બતાવ્યા, તે દરેક વિનય સંતાને મા-બાપ તથા વડીલો પ્રત્યે, વિદ્યાર્થીએ શિક્ષક પ્રત્યે, નોકરે માલિક પ્રત્યે ધારણ કરવા યોગ્ય છે.
યાદ આવે અર્જુન અને એકલવ્ય, અન્ય પાંડવો-કૌ૨વો કરતા અર્જુનનો વિનય વિશેષ હતો, માટે અર્જુન સવાયો બન્યો અને એકલવ્યમાં તેના કરતા પણ વધુ વિનય હતો, માટે દ્રોણાચાર્યની દ્રવ્યકૃપાની ગેરહાજરીમાં પણ એકલવ્ય અર્જુન કરતા સવાયો બન્યો.
શાસ્ત્રમાં વૈનયિકી બુદ્ધિ બતાવી છે, તેનો અર્થ છે કે ગુરુનો વિનય કરતા કરતા જે વિશિષ્ટ ક્ષયોપશમ પેદા થાય, તે વૈનયિકી બુદ્ધિ કહેવાય, મતલબ ગુરુનો વિનય ક૨વાથી ન ભણ્યા હોઇએ તેવું પણ અભિનવ જ્ઞાન પ્રગટ થઇ શકે છે, જેનું જીવંત ઉદાહરણ એટલે પ.પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા., શ્રુતજ્ઞાનાવરણીયના ઉદયના કારણે સંસ્કૃતપ્રાકૃત આવડે નહીં, પણ પોતાના ગુરુવર્યો પૂ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પ્રત્યેના અથાગ વિનય-બહુમાનના પ્રભાવે એવો વિશિષ્ટ પ્રજ્ઞાનો વિકાસ થયો કે હાલમાં સમસ્ત ૪૫ આગમના અર્થોના સર્વોપરિ જ્ઞાતા બન્યા અને અતિનિર્મલ પરિણતિના ધારક બન્યા.
૮૯ X5=2»