Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 106
________________ નો ત્યાગ કરવાનો હોય છે. શ્રાવકને ર ઘડી (૪૮ મિનિટ) નું સામાયિક તથા પૌષધમાં સામાયિક હોય છે અને ૧લા અને ૨૪માં ભગવાનના સાધુઓને નાની દીક્ષાથી વડી દીક્ષા સુધીનું “ઇલ્વરકથિક' અને ૨૨ ભગવાનના સાધુઓને દીક્ષાથી જીવનના અંત સુધીનું “યાવત્રુથિક' સામાયિક ચારિત્ર હોય છે. | (B) છેદોપસ્થાપનીય - પૂર્વના ચારિત્રપર્યાયનો છેદ કરી ફરીથી મહાવ્રતોનું આરોપણ જેમાં કરાય છે, તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. વડી દીક્ષા વખતે, મૂળ ગુણના ઘાત થતા પ્રાયશ્ચિત્તરૂપે પૂર્વપર્યાયનો છેદ કરી ફરીથી વ્રતનું આરોપણ થાય ત્યારે, * પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ ૪ મહાવ્રતને છોડી પ્રભુ વીર પ્રરૂપિત ૫ મહાવ્રતવાળો માર્ગ સ્વીકારે ત્યારે ઉપરોક્ત ચારિત્ર હોય છે. હાલ માત્ર આ બે ચારિત્ર જ વિદ્યમાન છે. (C) પરિહારવિશુદ્ધિ – વિશેષ તપ અને વિશુદ્ધિથી યુક્ત આ ચારિત્ર હોય છે. આમાં એક સાથે નવસાધુનો સમુદાય હોય છે. જેમાંથી ૪ – નિર્વિશમાનક - તપ કરનારા, ૪ – અનુચારક – સેવા કરનાર. ૧ - વાચનાચાર્ય - વાચનાદાતા હોય છે, ૧૮ મહિના સુધી આ ચારિત્ર પાળવાનું હોય. ઉપરોક્ત વિધિ છ મહિના રહે, પછીના છ મહિના સેવા કરનારા ચાર સાધુ તપ કરે અને તપ કરનારા ચાર સાધુ સેવા કરે, અને પૂર્વના વાચનાચાર્ય વાચના આપે. પછીના છ મહિના વાચનાચાર્ય તપ કરે, બાકીના આઠમાંથી એક વાચના આપે, બાકીના સેવા કરે. ત્યારબાદ પાછા ગચ્છમાં વસે, ફરીથી આ જ તપ આદરે, અથવા જિનકલ્પ સ્વીકારે (આનું વિશેષ સ્વરૂપ ગુરુનિશ્રાએ જાણવું) તપ કરનારે નીચે મુજબ તપ કરવાનો હોય છે. તુ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ઉનાળો ઉપવાસ છઠ્ઠા અટ્ટમ શિયાળો છઠ્ઠ અઠ્ઠમ ૪ ઉપવાસ ચોમાસું અઠ્ઠમ ૪ ઉપવાસ ૫ ઉપવાસ સ્ત્રીઓને આ ચારિત્ર હોતું નથી. હાલ આ ચારિત્રનો વિચ્છેદ થયેલો છે. (D) સૂક્ષ્મસંપરાય – જ્યાં ક્રોધ-માન-માયા કષાયનો જરા પણ ઉદય ન હોય અને માત્ર અતિઅલ્પ લોભ કષાયનો ઉદય હોય તેવા ૧૦ મા ગુણસ્થાનકે સૂક્ષ્મસંપરાય ચારિત્ર હોય છે. (આનો પણ હાલ વિચ્છેદ થયેલ છે.)

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138