________________
૧૨) ચોલપટ્ટાગારેણ - જિતેન્દ્રિય મહામુનિઓ અમુક પ્રસંગે વસ્ત્રનું પણ અભિગ્રહ પચ્ચકખાણ કરે છે. તેવા મુનિ વસ્ત્રરહિત થઇ બેઠા હોય અને તે સમયે જો કોઇ ગૃહસ્થ આવે તો ઉઠીને તુરંત ચોલપટ્ટો પહેરી લે તો તે જિતેન્દ્રિય મુનિને વસ્ત્ર અભિગ્રહ પચ્ચકખાણનો ભંગ ન થાય.
૧૩) લેવાલેવેણ - અકલ્પનીય દ્રવ્યથી ખરડાયેલી કડછી (ચમચા) કે ભાજનને લૂછવા છતા સર્વથા અલેપ નથી થતું પણ લેપાલેપ રહે છે. એનાથી કે એમાંથી વહોરાવેલ આહાર વાપરતા આયંબિલ તથા નીવિના પચ્ચખાણનો ભંગ ન થાય.
૧૪) ગિહત્યસંસહેણું – શાક, કરંબો વગેરે વઘારવાથી કંઇક લેપવાળી થયેલી હથેલી રોટલી વગેરેના લુવામાં ઘસીને ગૃહસ્થ પોતાની માટે બનાવેલી વસ્તુ મુનિને નવી-આયંબિલમાં કહ્યું. સ્પષ્ટ રસ અનુભવવામાં આવે તો ન કહ્યું. આ આગાર મુનિને જ છે.
૧૫) ઉકિખત્તવિવેગેણં - રોટલી વગેરે પર પડેલો ગોળ વગેરે પિંડવિગઇ ઉપાડી લઇ દૂર કરે, છતાં કંઇક અંશ રહી જાય તો તે રોટલી વગેરે વાપરતા આયંબિલાદિના પચ્ચકખાણનો ભંગ ન થાય. ઉપાડ્યા પછી પણ એ વિગઇનું પ્રમાણ વિશેષથી રહે, તો તે કહ્યું નહીં. આ આગાર મુનિને જ હોય છે.
૧૬) પડુચ્ચમખિએણે - નીવીમાં ન કલ્પે તેવી ઘી વગેરે વિગઇનો હાથ રોટલી વગેરેની કણેકાદિમાં દઇ બનાવેલી-રોટલી વગેરે વાપરતા નીવીના પચ્ચકખાણનો ભંગ ન થાય. સૂક્ષ્મ પણ ધાર રેડીને કણેકાદિ મસળ્યા હોય તો પચ્ચકખાણનો ભંગ થાય જ. આ આગાર નીવીમાં જ હોય છે અને મુનિને જ હોય છે.
૧૭) લેવેણ વા - તિવિહાર ઉપવાસાદિના પચ્ચકખાણમાં શુદ્ધ પાણી ન મળે અને ઓસામણનું પાણી-રાંધેલા અનાજનું ધોવણ અને દાણા વિનાનું નિતર્યું પાણી, ખજૂરનું પાણી, આમલીનું પાણી, દ્રાક્ષનું પાણી વગેરે મળે કે જેમાં-ત્યાગેલા અશનાદિની રજકણો હોય તો તેવું પાણી કારણસર વાપરતા પચ્ચકખાણનો ભંગ ન થાય. તે પાણી ભાજનને કંઇક ચીકણું કરે માટે લેપકૃત પાણી કહેવાય.
૧૮) અલેવેણ વા - શુદ્ધ પાણીના અભાવે કારણસર છાશની આછ વગેરે અલેપકૃત પાણી તિવિહાર ઉપવાસાદિના પચ્ચકખાણમાં વાપરે તો પણ