Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 95
________________ ભવમાં-આ ભવમાં ઘણાય પાપો કર્યા છે, જેના કારણે મારે નરક-તિર્યંચાદિ દુઃખમય ગતિમાં જવું પડશે, જ્યારે આ ઉપવાસ-લોચાદિ કષ્ટો તો શૂળીની સજા સોયથી પતાવડાવી આપણને સદ્ગતિમાં-મોકલનારા છે, આમ ધર્મમાં ઉપાદેયપણાની અને પાપમાં હેયપણાની બુદ્ધિને, આગળ વધીને કહીએ તો . ધર્મમાં રાગની અને પાપમાં તિરસ્કારની બુદ્ધિને વધારનારા બનવાથી સદ્ગતિનું રીઝર્વેશન કરાવે છે. માટે જ શાસ્ત્રમાં શરીરને-ઇન્દ્રિયોને દેખીતું કષ્ટ આપી અનંતકાળ સુધીના સુખના Visa પાસ કરાવનારા બાહ્યતપને ઉપાદેયપણે સ્વીકારેલો છે. યાદ આવે ઉત્કૃષ્ટ કાયક્લેશને આરાધનારા ગજસુકુમાલ-બંધકમુનિ વગેરે તપસ્વીઓ !! કેવી ઉત્કૃષ્ટ સમાધિ !! પૂર્વના ભવમાં ખંધકે બે રીંગણાની છાલને રાચીમાચીને ઉતારી, તો બે સૈનિકો (પૂર્વભવના રીંગણાના જીવો)એ બંધક સાધુની ચામડી જીવતે જીવ ઉતારી નાંખી... રીંગણાની છાલને છોલવાનું પાપ પોતાની ચામડી ચીરાઇ જાય તેવું કર્મ બંધાવતું હોય, તો આપણે તો સ્વાર્થ માટે દિવસમાં હિંસાદિ કેટલા બધા પાપો કરીએ છીએ ? ભવાંતરમાં આ બધા પાપોની સજા શું હોઇ શકે છે ? તે કલ્પના કરવાની તાતી જરૂર છે, અને પળે પળે આવી મારણાંતિક વેદના ભોગવવા મનને અત્યારથી તૈયાર કરવું જરૂરી છે, સ્થિતિ આપણી એટલી બધી કફોડી છે, કે હજારોવાર ચામડી ચીરાવવી પડે તેવા કર્મો જમા ખાતે પડ્યા છે, અને તેમનું ઉદયમાં આવવાનું countdown શરુ થઇ ગયું છે, ત્યારે વર્તમાનમાં આપણે નાનો કાંટો વાગી જાય તેય સહન નથી કરી શકતા. Balance માં ૫૦૦૧૦૦૦ degree ગરમી સહન કરવાના કર્મો પડ્યા છે અને અહીં ૪૦ degree ઉપ૨ ગરમી જાય ત્યાં તો A.C. અને પંખા ચાલુ કરવાના શરુ થઇ જાય છે, હજારો વર્ષો સુધી ખાવાનું-પીવાનું ન મળે અથવા તો ઉતરેલું-સડેલું-બિભત્સ પુદ્ગલોથી બનેલું ભોજન વા૫૨વા મલે તેવા કર્મો આવતીકાલે ઉદયમાં આવવાના છે, ત્યારે રોજ હોટલનું-લારીનું Fast Food વગેરે ખાવા ન મળે તો આપણને ચેન જ નથી પડતું. માટે જ ભવિષ્યમાં કાં તો દુ:ખો આવે નહીં, કાંતો આવે તો તે દુઃખ માટે આપણું મન ટેવાઇ જાય, તેવા આશયથી પરમાત્માએ આ ભવમાં કાયક્લેશાદિને વધાવવાનું કહયું...ગજસુકુમાલને ભવિ ૭૬ ૨૨.

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138