Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 92
________________ છે રસત્યાગ મનને રુચતા-ગમતા દ્રવ્યો છોડવા ખૂબ અઘરા છે. ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરતા પણ ગમતા ભોજનનો ત્યાગ સૌથી અઘરો છે... ઉનાળાની સીઝન છે, ભાણામાં રસ-રોટલી શાક વગેરે દ્રવ્યો આવી ગયા અને રસનો ત્યાગ કરવાનું કોઇ કહે તો ? મન તરત જવાબ આપશે, જો ઉનાળાની સીઝનમાં ય રસ ન તો વાપરવા આપવો તો પછી ઉપવાસ જ કરાવી લેવો હતો ને ! જમવા બેઠા, દાળમાં મીઠું નથી, શાકમાં મરચું નથી, રોટલી પર ઘી નથી તો મનને ભોજન રુચતું નથી. આયંબિલમાં ઘી-તેલ-ગોળ આદિ કંઇ ન મલે, માત્ર ફિક્કુ અને સુક્કુ ખાવાનું જ હોય માટે કુચા વળે છે. ઘણાને ઉપવાસ ગમે છે, આયંબિલ નહી. ઉપરોક્ત બધી વસ્તુ એક જ બાબત સુચવે છે કે રસત્યાગ નામનો તપ આરાધવો કેટલો કઠિન છો. સાધનાના ક્ષેત્રનો નિયમ છે કે જે વધુ કઠિન હોય તેમાં કર્મનિર્જરા પણ વધુ અને આત્મિક આનંદનું પ્રગટીકરણ પણ વધારે. આ તપમાં મુખ્યતયા વિગઇઓ અને મનપસંદ દ્રવ્યોનો ત્યાગ કરવાનું કહ્યું છે.. જીવને દૂધ-દહીં-ઘી-ગોળ-તેલ-કડાવિગઈ આ ૬ વિગઇઓથી બનતી ચીજવસ્તુ વિશેષ રુચિકર બને છે. આ તપથી જીભની આસક્તિનો ત્યાગ થઇ શકે છે, જે ગમે, તે તમામ દ્રવ્યોનો ત્યાગ આ તપના આલંબને શક્ય બને છે. યાદ આવે કાકંદી નગરીના ધન્ના... ૧ થાંભલા ઉપરનો મહેલ, દેવલોકની અપ્સરાઓ જેવી ૩૨-૩૨ કન્યાઓ છોડી દીક્ષા લીધી, છઠ્ઠ ને પારણે છઠ્ઠ, “દિન દિન ચઢતે રંગે” કહી પ્રભુએ ૧૪૦૦૦ સાધુમાં શ્રેષ્ઠ બતાવ્યા... એવા આ ધન્ના કાકંદી છઠ્ઠને પારણે આયંબિલ, તેમાં પણ માખી પણ જેની પર ન બેસે તેવો રસકસ વગરનો આહાર લે.. એક વખતનો શ્રેષ્ઠિપુત્રે સાધનાથી શરીર એવું સુકવી નાખ્યું કે વંદન માટે આવેલા શ્રેણિકને ખબર પણ ન પડી કે આ સાધુ છે કે ઝાડનું થડ છે.. રસત્યાગની કેવી અદ્ભુત મનોભૂમિકા !! આપણા જીવનમાં પણ ક્યારેક ઠંડુ-ફીકું-મોળુ ખાવાનું આવી જાય ત્યારે જીભની આસક્તિને ગૌણ કરી સમતાપૂર્વક તે ભોજન વાપરી રસત્યાગ નામના તપને આદરવો જોઇએ.

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138