Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 85
________________ ઉણોદરી તપ પણ બે પ્રકારનો છે. ૧) દ્રવ્ય ઉણોદરી ૨) ભાવ ઉણોદરી. કષાયોનો ત્યાગ કરવો તે ભાવ ઉણોદરી છે, દ્રવ્ય ઉણોદરી ઉપકરણવિષયક અને અન્નપાનવિષયક ઉભયભેદવાળી છે. જિનકલ્પી અથવા જિનક લ્પીની તુલના કરનારને ઉપકરણ વિષયક દ્રવ્ય ઉણોદરી હોય છે, એટલે કે જિનકલ્પી વગેરેને ખુબ અલ્પ ઉપકરણો આદિ જ વાપરવાની છૂટ છે, સ્થવિરકલ્પી સાધુઓને ઉપકરણ(ઉપધિ)વિષયક ઉણોદરી સંભવતી નથી, કારણકે ઉપકરણના અભાવે સંયમજીવન જ સીદાતા સંસારની વૃદ્ધિનો સંભવ છે, અથવા તો મર્યાદા કરતા વધુ અથવા જરૂરિયાત કરતા વધુ ઉપકરણોનો ત્યાગ કરવો તે ઉપકરણવિષયક દ્રવ્ય ઉણોદરી થાય, તેવી જ રીતે મર્યાદા કરતા, જરૂરિયાત કરતા વધુ ભોજન-પાણીનો ત્યાગ કરવો તે પણ ભરપાણ (ભોજનપાણી) વિષયક ઉણોદરી કહેવાય. આ પાંચ પ્રકારે છે. અપાર (૧) વા (ર) કુમાT (3) પત્તા (૪) તકે વિવુIT (3) अट्ठ दुवालस सोलस चउवीस तहेक्कतीसा य ।। ૧) અલ્પાહાર ઉણોદરી - ૧ કોળીયાથી માંડી ૮ કોળીયા જેટલો ખોરાક વાપરવો. મતલબ ૨૫ થી માંડી ૩૧ કોળીયા જેટલી ઉણોદરી રાખવી. ૨) અપાઈ ઉણોદરી - ૯ થી ૧૨ કોળીયા જેટલો ખોરાક વાપરવો. ૩) દ્વિભાગ ઉણોદરી-૧૩ થી ૧૬ કોળીયા સુધીનો ખોરાક વાપરવો. ૪) પ્રાપ્ત ઉણોદરી - ૧૭ થી ૨૪ કોળીયા સુધીનો ખોરાક વાપરવો. ૫) કંઇક ન્યૂન ઉણોદરી - ૨૫ થી ૩૧ કોળીયા સુધીનો ખોરાક વાપરવો. મતલબ ૧ થી માંડી ૮ કોળીયા જેટલી ઉણોદરી રાખવી. આ ઉપરાંત શરીરને નિરોગી રાખવું હોય તો પેટના ૬ ભાગ કલ્પી ઋતુ મુજબ ખોરાકના પ્રમાણમાં વધ-ઘટ કરવાની હોય છે. ૧) અતિ શીતકાલમાં - આહાર-૪ ભાગમાં, પાણી-૧ ભાગ, વાયુ ૧ ભાગ. ૨) મધ્યમ શીતકાલમાં - આહાર-૩ ભાગમાં, પાણી-૨ ભાગ, વાયુ ૧ ભાગ. ૩) મધ્યમ ઉષ્ણકાલમાં - આહાર-૩ ભાગમાં, પાણી-૨ ભાગ, વાયુ-૧ ભાગ. આ બન્ને કાલને શીતોષ્ણકાળ પણ કહેવાય. ૪) અતિ તીવ્ર ઉષ્ણકાલમાં-આહાર-૨ ભાગમાં, પાણી-૩ ભાગ, વાયુ-૧ ભાગ. મતલબ નિરોગી રહેવું હોય તો પણ ૧ ભાગ જેટલી ઉણોદરી રાખવી અતિ આવશ્યક છે, જેથી વાયુને હલનચલન કરવા માટે ખાલી જગ્યા મળી રહે.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138