________________
ઉણોદરી તપ પણ બે પ્રકારનો છે. ૧) દ્રવ્ય ઉણોદરી ૨) ભાવ ઉણોદરી.
કષાયોનો ત્યાગ કરવો તે ભાવ ઉણોદરી છે, દ્રવ્ય ઉણોદરી ઉપકરણવિષયક અને અન્નપાનવિષયક ઉભયભેદવાળી છે. જિનકલ્પી અથવા જિનક
લ્પીની તુલના કરનારને ઉપકરણ વિષયક દ્રવ્ય ઉણોદરી હોય છે, એટલે કે જિનકલ્પી વગેરેને ખુબ અલ્પ ઉપકરણો આદિ જ વાપરવાની છૂટ છે, સ્થવિરકલ્પી સાધુઓને ઉપકરણ(ઉપધિ)વિષયક ઉણોદરી સંભવતી નથી, કારણકે ઉપકરણના અભાવે સંયમજીવન જ સીદાતા સંસારની વૃદ્ધિનો સંભવ છે, અથવા તો મર્યાદા કરતા વધુ અથવા જરૂરિયાત કરતા વધુ ઉપકરણોનો ત્યાગ કરવો તે ઉપકરણવિષયક દ્રવ્ય ઉણોદરી થાય, તેવી જ રીતે મર્યાદા કરતા, જરૂરિયાત કરતા વધુ ભોજન-પાણીનો ત્યાગ કરવો તે પણ ભરપાણ (ભોજનપાણી) વિષયક ઉણોદરી કહેવાય. આ પાંચ પ્રકારે છે. અપાર (૧) વા (ર) કુમાT (3) પત્તા (૪) તકે વિવુIT (3) अट्ठ दुवालस सोलस चउवीस तहेक्कतीसा य ।।
૧) અલ્પાહાર ઉણોદરી - ૧ કોળીયાથી માંડી ૮ કોળીયા જેટલો ખોરાક વાપરવો. મતલબ ૨૫ થી માંડી ૩૧ કોળીયા જેટલી ઉણોદરી રાખવી.
૨) અપાઈ ઉણોદરી - ૯ થી ૧૨ કોળીયા જેટલો ખોરાક વાપરવો. ૩) દ્વિભાગ ઉણોદરી-૧૩ થી ૧૬ કોળીયા સુધીનો ખોરાક વાપરવો. ૪) પ્રાપ્ત ઉણોદરી - ૧૭ થી ૨૪ કોળીયા સુધીનો ખોરાક વાપરવો.
૫) કંઇક ન્યૂન ઉણોદરી - ૨૫ થી ૩૧ કોળીયા સુધીનો ખોરાક વાપરવો. મતલબ ૧ થી માંડી ૮ કોળીયા જેટલી ઉણોદરી રાખવી.
આ ઉપરાંત શરીરને નિરોગી રાખવું હોય તો પેટના ૬ ભાગ કલ્પી ઋતુ મુજબ ખોરાકના પ્રમાણમાં વધ-ઘટ કરવાની હોય છે. ૧) અતિ શીતકાલમાં - આહાર-૪ ભાગમાં, પાણી-૧ ભાગ, વાયુ ૧ ભાગ. ૨) મધ્યમ શીતકાલમાં - આહાર-૩ ભાગમાં, પાણી-૨ ભાગ, વાયુ ૧ ભાગ. ૩) મધ્યમ ઉષ્ણકાલમાં - આહાર-૩ ભાગમાં, પાણી-૨ ભાગ, વાયુ-૧ ભાગ. આ બન્ને કાલને શીતોષ્ણકાળ પણ કહેવાય. ૪) અતિ તીવ્ર ઉષ્ણકાલમાં-આહાર-૨ ભાગમાં, પાણી-૩ ભાગ, વાયુ-૧ ભાગ.
મતલબ નિરોગી રહેવું હોય તો પણ ૧ ભાગ જેટલી ઉણોદરી રાખવી અતિ આવશ્યક છે, જેથી વાયુને હલનચલન કરવા માટે ખાલી જગ્યા મળી રહે.