________________
છે વૃત્તિસંક્ષેપ બાહ્યતપમાં ત્રીજા નંબરનો તપ આવે છે વૃત્તિસંક્ષેપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવના ભેદથી વૃત્તિ સંક્ષેપના ૪ ભેદ થાય છે, વૃત્તિ એટલે આજીવિકા, તે જેનાથી ચાલે તેવા બધા દ્રવ્યો વગેરેને લગતા અભિગ્રહ ગ્રહણ કરવા તે વૃત્તિ સંક્ષેપ.
(૧) દ્રવ્યવૃત્તિ સંક્ષેપ - આજે કોઇ લેપાયેલા (ચોપડેલા) ખાખરા આપે તો જ વાપરવા અથવા ભાલામાં પરોવીને ખાખરા આપે તો જ વાપરવા વગેરે. દ્રવ્યવિષયક અભિગ્રહ
(૨) ક્ષેત્રવૃત્તિસંક્ષેપ - આજના દિવસમાં મારા જ ઘરની વસ્તુ અથવા બાજુના ઘરની વસ્તુ, અમુક Areaની, ગામમાં મળતી વસ્તુ જ વાપરવી ઇત્યાદિ અભિગ્રહ.
(૩) કાળવૃત્તિ સંક્ષેપ - સવારના સમયે જ અથવા બપોરના બધા જમી લે પછીના સમયે જે વધ્યું હોય તે જ હું વાપરીશ વગેરે.
(૪) ભાવવૃત્તિ સંક્ષેપ - કોઇક હસતી, રડતી, ગાતી, બેઠેલી-ઊભી રહેલી વ્યક્તિ મને આપે તો જ મારે વાપરવું તેવો અભિગ્રહ.
ઉપરોક્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ ૪ અંગેના સ્વતંત્ર અભિગ્રહ પણ લેવાય અને ૨-૩-૪ વસ્તુ ભેગી કરી એટલેકે દ્રવ્ય-ક્ષેત્ર ઊભયનો, ક્ષેત્રભાવ, દ્રવ્ય-કાળ-ભાવ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સર્વનો ભેગો અભિગ્રહ પણ લેવાય.
યાદ આવે પ્રભુ વિર - રાજકુંવરી હોય, દાસપણામાં રહી હોય, હાથમાં બેડી-માથે મુંડન, એક પગ ઊંબરાની અંદર એક બહાર, આંખમાં આંસુ, અઠ્ઠમનો તપ, સુપડામાં બાકુળા હોય તેવી વ્યક્તિ ભિક્ષાનો કાળ વીતી ગયો હોય ત્યારે મને હોરાવે તો વાપરવું, બાકી નહીં. રોજ ગોચરી વ્હોરવા જવાનું, લોકોના ઘરે જવાનું, વિનંતી સાભળવાની પણ શરતો પૂર્ણ ન થતા પ્રભુનું નિર્લેપ ભાવે પાછા ફરવુ, આમ કરતા ૫ મહિના ૨૫ દિવસે ચંદનબાળા દ્વારા તે ભીષ્મ અભિગ્રહ પૂર્ણ થતા પારણું ક્યું.. અપેક્ષાએ પૂર્વોક્ત બંને તપ કરતા આ તપ વધુ કઠિન છે. કારણકે પૂર્વોક્ત બન્ને તપમાં પ્રતિજ્ઞાની