________________
dy $zdig uiadl / CONDITION OR METHOD
ભગાભાઇ મા-બાપના ખૂબ લાડકા, દિવસે-દિવસે શરીરથી-ઉંમરથી મોટા થતા ગયા પણ બુદ્ધિથી ભગાભાઇ નાના જ રહ્યા. મા-બાપને ખૂબ Tension કે આ ભગાનું આપણી ગેરહાજરીમાં ભવિષ્ય શું ? મા-બાપને લાગ્યું કે જો ભગાને રાજસેવાની તક મળી જાય તો જિંદગી બની જાય. તેથી ભગાજીને રાજસેવાની નોકરી માટે તૈયાર ર્યા. નોકરીમાં ક્યાંય ભાંગરો ન વટાઇ જાય તે માટે ભગાને માએ શીખામણ આપી. કોઇની સાથે બહુ વાતચીત કરવી નહીં, બધાનો જોત્કાર કરવો કેમ છો ?- મજામાં છો ને ? આટલું પૂછવું).. ભગાભાઇ તો તાનમાં આવી ઘરેથી રાજસેવા માટે જવા નીકળ્યારસ્તામાં બધાને જોત્કાર કરતા કરતા આગળ વધતા જંગલ આવ્યું. જાળ બીછાવીને બેઠેલો શિકારી નજરમાં આવ્યો. માંડ-માંડ ૩-૪ પક્ષી જાળમાં આવવા જાય છે, ત્યાં તો ભગાલાલે મોટેથી બૂમ પાડી-કેમ છો ! મજામાં છો ને ? બૂમ સાંભળતા પક્ષીઓ ઊડી ગયા અને મજાની વાત જવા દો, પણ લાલચોળ થયેલા શિકારીએ ભગાને બરાબરની ચોપડાવી દીધી. ભગો તો રડવા માંડ્યો
હું શું કરું ? મને માં એ કીધું હતું કે બધાનો જોત્કાર કરવો ! મેં તો માનું કીધું જ ક્યું છે, તો મને કેમ લડો છો ?” શિકારી સમજી ગયો કે આ અડધો ગેપ છે માટે શિકારીએ કહ્યું-“આવું હોય, તો આપણે એકદમ લપાતા છુપાતા પગે જવું. બીલકુલ અવાજ નહીં કરવો-સામેવાળાને પોતાનું કામ કરવા દેવું.” ભગાએ તો માની લીધું-આગળ જતાજ એક ગામ આવ્યું-પાદરે રહેલું નાનુ સરોવર-ધોબીઓ કપડા ધોવા બેઠેલા હતા, ભગાએ બધાને જોયા, તરત જ શિકારીનું વચન યાદ આવ્યું-મનોમન નક્કી ક્યું કે મારે કોઈને હેરાન નથી કરવા માટે સરોવરની જગ્યાએથી એકદમ લપાતા-છુપાતા ચાલવાનું શરુ
ક્યું... જોગાનુજોગ ઘટના એવી બની કે ૪-૫ દિવસથી રોજ ધોબીઓના કપડા ચોરાતા હતા અને એવામાં ભગાભાઇ ચોરપગલે નીકળ્યા. લોકોને લાગ્યું-આ જ ચોર હશે, માટે પુછયા વગર લોકોએ ખૂબ માર્યો-પાછા ભગાભાઇ રડવા બેઠા-મારો શું વાંક ? બધા કહે છે તેમ કરું છું તોય કેમ માર ખાઉં છું ?' માંડીને વાત કરી. બધાને દયા આવી અને સમજાવ્યો-જો કોઇ મળે