________________
જળચરને ૩ ભાગ આપી ૪ થો ભાગ પોતાના માટે વાપરે.. વર્ષો સુધી ઘોર તપશ્ચર્યા કરી.. પરિણામે મૃત્યુ પામી ભવનપતિ-નિકાયના ઇન્દ્ર ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયા.
H) તો યાદ આવે ઇશાનેન્દ્રનો પૂર્વભવ, તામલિ તાપસ.. તામલિ શ્રેષ્ઠીમાંથી પ્રાણામા નામની તાપસ દીક્ષા ગ્રહણ કરી, પ્રાણામાં એટલે ચાહે સામે ઇન્દ્ર મળે કે કાગડો મળે, સૌને પ્રણામ કરવા તે.. આવી દીક્ષા ગ્રહણ કર્યા બાદ છઠ્ઠનો તપ અને આતાપના સહન કરવાની, પારણે ૨૧ વાર ધોયેલા ભાત વાપરવાના.... આવો ઘોર અજ્ઞાન તપ ૬૦,૦૦૦ વર્ષ સુધી ર્યો. માર્ગાનુસારી મતિવાળા તે તાપસે જીવનના અંતે મહિનાનું અણસણ કર્યું, તેમાં થયેલા સાધુના દર્શનથી સમકિતની પ્રાપ્તિ થઇ... અને અંતે સમાધિપૂર્વક કાળ કરી બીજા ઇશાનદેવલોકના માલિક ઇશાનેન્દ્ર બન્યો. ૬૦,૦૦૦ વર્ષનો અજ્ઞાન તપ પણ સમકિત અને વૈમાનિક દેવલોકના સુખને આપનારો થયો... ઇશાનેન્દ્ર ૨૮ લાખ વિમાનનો અધિપતિ. મોટાભાગના વિમાનો અસંખ્ય યોજનના.
શાસ્ત્રમાં તો ત્યાં સુધીની વાત આવે છે કે તામલીના મરણ બાદ અસુરકુમાર દેવો દ્વારા તેના ડેડબોડીને (શબને) હેરાન કરાતા તે દેવોને પાઠ ભણાવવા ઉત્પન્ન થયેલા નવા ઇશાનેન્દ્ર પોતાના જન્મસ્થળ બીજા વૈમાનિક દેવલોકમાં રહીને જ રત્નપ્રભા પૃથ્વીની અંદર રહેલા અસુરદેવોના ભવન તરફ માત્ર ક્રોધયુક્ત દ્રષ્ટિ નાખી અને તે ભવનોમાં રહેલા દેવો અગ્નિમાં શેકાવા માંડ્યા. આવી વિશિષ્ટ શક્તિના મૂળમાં હતો બાહ્ય-અત્યંતર તપ.
ચાહે શાલિભદ્ર-અભયકુમાર-ધન્યકુમાર હોય, દરેકના પૂર્વના ભવમાં સાધુને ગોચરી વહોરાવવા દ્વારા વૈયાવચ્ચ નામનો તપ જીવનમાં આદર્યો અને જે પુણ્યાનુબંધી પુણ્યનો વિસ્ફોટ થયો તે આપણને સૌને ખબર જ છે.... યાદ કરો ચંડકૌશિકને, ૧૫ દિવસનો અણસણ-કાયક્લેશ – સંલીનતાનો તપ એક બાજુ, તો એક બાજુ આખા જીવન દરમ્યાન કરેલી ઘોર કલેઆમ... છતાંય તપ જીત્યો, તપના પ્રભાવે ૮ મો દેવલોક ચંડકોશીયાને મળી ગયો.
યાદ આવે ગોશાળો. મિથ્યાપ્રરૂપક.. પોતાના ગુરુ તીર્થંકર પર તેજોવેશ્યા છોડનારો... પણ એણે છેવટે પ્રાયશ્ચિત્ત નામનો તપ આદર્યો. ૧૨ માં દેવલોકમાં પહોંચી ગયો.