Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 71
________________ કાળમાં ૧૨ મહીનાના, ૨૨ તીર્થંકરોના કાળમાં ૮ મહિના અને પ્રભુવીરના શાસનમાં ૬ મહિનાના ઉપવાસ રાજમાર્ગથી ઉત્કૃષ્ટથી કરવાની છુટ શાસ્ત્રમાં આપેલી છે. - i) રિમતપ - આના બે ભેદ છે, દિવસના છેલ્લા ભાગનું, એટલેકે સૂર્યાસ્ત પૂર્વે ૧ મુહૂર્ત (૪૮ મિનિટ) પહેલા લઇ લેવાનું પચ્ચક્ખાણ... જેમાં તિવિહાર (૩ આહારનો ત્યાગ) અને ચોવિહાર (૪ આહારનો ત્યાગ) નો સમાવેશ થાય... આ બન્ને પ્રતિજ્ઞા દિવસચરિમં (દિવસના છેલ્લા ભાગે લેવાતું હોવાથી) ના નામે ઓળખાય છે, આ ઉપરાંત જીવનને છેવાડે સંલેખના સમયે અથવા સર્વવસ્તુ વોસિરાવવાના સમયે લેવાતું પચ્ચક્ખાણ ભવચરમંના નામે ઓળખાય છે. j) અભિગ્રહ તપ - દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અભિગ્રહપૂર્વક કરાતો તપ જે મુખ્યતયા વૃત્તિસંક્ષેપની અંતર્ગત આવે છે. આ ૧૦ અદ્ધા પચ્ચક્ખાણ છે... તેમાં નવકારશી - ૧૦૦ વર્ષ, પોરિસિ - ૧૦૦૦ વર્ષ, સાઢપોરિસિ - ૧૦,૦૦૦ વર્ષ... એમ આગળ આગળ સમજવું. ઉપવાસથી ૧૦ હજાર કરોડ વર્ષ, છટ્ઠથી લાખ કરોડ વર્ષ... સુધી નરકમાં ઘોર વેદના ભોગવી ખપાવાતા કર્મનો ક્ષય થાય છે. ૬-૭) અનાગાર-સાગાર તપ એક વખત તપનું પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) થઇ ગયું, પણ સંયોગોની વિષમતા, કર્મો તથા પ્રમાદની વિચિત્રતાને લીધે પ્રતિજ્ઞા લેતી વખતે જ અમુક આગાર (છૂટ) ધારવામાં આવે છે, તો તે છૂટપૂર્વકનું તેમજ છૂટરહિતનું પચ્ચક્ખાણ આમાં સમાવિષ્ટ થાય છે... તે માટે જરૂરી બાવીશ આગાર જાણી લઇએ, મોટેભાગે નવકારશીથી માંડી એકાસણુ-બિયાસણું-આયંબિલ-ઉપવાસાદિમાં આ લાગુ પડે છે... પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) બદલાય તેમ તેને અનુસારે છૂટ પણ બદલાય છે. નવકારશીની પ્રતિજ્ઞામાં ૨, પોરિસિ-સાઢપોરિસિમાં ૬, પુરિમુă-અવઢ માં ૭, એકાસણા-બિયાસણામાં ૮, આયંબિલ-નિવીમાં ૮ અથવા ૯, ઉપવાસ માં ૫, ઉકાળેલા પાણીની પ્રતિજ્ઞામાં ૬ આગાર હોય છે. આ બધાને ભેગા કરતા કુલ આગા૨ ૨૨ બને છે... જેની વિશેષ માહિતિ પચ્ચક્ખાણ ભાષ્યમાંથી મળે છે, માત્ર દિગ્દર્શન પૂરતું અત્રે જણાવ્યું છે. ૫૨૬૦૨

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138