________________
કાળમાં ૧૨ મહીનાના, ૨૨ તીર્થંકરોના કાળમાં ૮ મહિના અને પ્રભુવીરના શાસનમાં ૬ મહિનાના ઉપવાસ રાજમાર્ગથી ઉત્કૃષ્ટથી કરવાની છુટ શાસ્ત્રમાં આપેલી છે.
-
i) રિમતપ - આના બે ભેદ છે, દિવસના છેલ્લા ભાગનું, એટલેકે સૂર્યાસ્ત પૂર્વે ૧ મુહૂર્ત (૪૮ મિનિટ) પહેલા લઇ લેવાનું પચ્ચક્ખાણ... જેમાં તિવિહાર (૩ આહારનો ત્યાગ) અને ચોવિહાર (૪ આહારનો ત્યાગ) નો સમાવેશ થાય... આ બન્ને પ્રતિજ્ઞા દિવસચરિમં (દિવસના છેલ્લા ભાગે લેવાતું હોવાથી) ના નામે ઓળખાય છે, આ ઉપરાંત જીવનને છેવાડે સંલેખના સમયે અથવા સર્વવસ્તુ વોસિરાવવાના સમયે લેવાતું પચ્ચક્ખાણ ભવચરમંના નામે ઓળખાય છે.
j) અભિગ્રહ તપ - દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અભિગ્રહપૂર્વક કરાતો તપ જે મુખ્યતયા વૃત્તિસંક્ષેપની અંતર્ગત આવે છે.
આ ૧૦ અદ્ધા પચ્ચક્ખાણ છે... તેમાં નવકારશી - ૧૦૦ વર્ષ, પોરિસિ - ૧૦૦૦ વર્ષ, સાઢપોરિસિ - ૧૦,૦૦૦ વર્ષ... એમ આગળ આગળ સમજવું. ઉપવાસથી ૧૦ હજાર કરોડ વર્ષ, છટ્ઠથી લાખ કરોડ વર્ષ... સુધી નરકમાં ઘોર વેદના ભોગવી ખપાવાતા કર્મનો ક્ષય થાય છે.
૬-૭) અનાગાર-સાગાર તપ એક વખત તપનું પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) થઇ ગયું, પણ સંયોગોની વિષમતા, કર્મો તથા પ્રમાદની વિચિત્રતાને લીધે પ્રતિજ્ઞા લેતી વખતે જ અમુક આગાર (છૂટ) ધારવામાં આવે છે, તો તે છૂટપૂર્વકનું તેમજ છૂટરહિતનું પચ્ચક્ખાણ આમાં સમાવિષ્ટ થાય છે... તે માટે જરૂરી બાવીશ આગાર જાણી લઇએ, મોટેભાગે નવકારશીથી માંડી એકાસણુ-બિયાસણું-આયંબિલ-ઉપવાસાદિમાં આ લાગુ પડે છે... પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) બદલાય તેમ તેને અનુસારે છૂટ પણ બદલાય છે.
નવકારશીની પ્રતિજ્ઞામાં ૨, પોરિસિ-સાઢપોરિસિમાં ૬, પુરિમુă-અવઢ માં ૭, એકાસણા-બિયાસણામાં ૮, આયંબિલ-નિવીમાં ૮ અથવા ૯, ઉપવાસ માં ૫, ઉકાળેલા પાણીની પ્રતિજ્ઞામાં ૬ આગાર હોય છે. આ બધાને ભેગા કરતા કુલ આગા૨ ૨૨ બને છે... જેની વિશેષ માહિતિ પચ્ચક્ખાણ ભાષ્યમાંથી મળે છે, માત્ર દિગ્દર્શન પૂરતું અત્રે જણાવ્યું છે.
૫૨૬૦૨