________________
૨૨ આગારો ૧) અનાભોગેણં - જેનું પચ્ચકખાણ છે તેવી વસ્તુ ભૂલથી મુખમાં નંખાઇ જાય અને યાદ આવતા તુરંત મુખમાંથી કાઢી નાખે તો પચ્ચકખાણનો ભંગ ન થાય.
૨) સહસાગારેણ - અચાનક અણચિંત્યે મુખમાં કંઇક પડી જાય (છાશ વલોવતા મુખમાં છાંટો પડી જાય, પચ્ચકખાણ હોય અને રસોઇ બનાવતા છાંટો ઊડી મોંમાં જાય..) તો પચ્ચકખાણનો ભંગ ન થાય.
૩) પચ્છન્નકાલણ - મેઘ, ધૂળ, પર્વત વગેરેથી સૂર્ય ઢંકાયેલો હોય ત્યારે પોરિસી વગેરે આવી ગઇ એમ માની પોરિસીના સમય પૂર્વે જ વાપરે તો પચ્ચકખાણ ન ભાંગે. પોરિસી વગેરેનો સમય નથી થયો એવો ખ્યાલ આવતા અડધું વાપર્યું હોય તો પણ પચ્ચકખાણનો સમય થાય ત્યાં સુધી તેમજ બેઠા રહેવું. સમય થયા પછી વાપરવું. સમય નથી થયો એવું જાણ્યા છતાં વાપરે તો પચ્ચકખાણ ભાંગે.
૪) દિસામોહેણું – ભૂલથી પૂર્વને પશ્ચિમ (એવી જ રીતે પશ્ચિમને પૂર્વ) સમજી પોરિસી વગેરે પચ્ચકખાણના સમય પહેલા જ પચ્ચકખાણનો સમય થઇ ગયો એમ જાણી ભૂલથી વાપરે તો પચ્ચકખાણ ન ભાંગે. સાચી વાતનો ખ્યાલ આવતા અડધું વાપર્યું હોય તો પણ સમય ન થાય ત્યાં સુધી તેમજ બેઠા રહેવું, સમય થયા પછી જ વાપરવું.
૫) સાહુવયણેણ - મુનિનું “ઉગ્વાડાપોરિસી” (પાત્રા પડિલેહણનો સમય થઇ ગયો છે) વગેરે વચન સાંભળીને પરિસી વગેરે પચ્ચક્ખાણનો સમય થઇ ગયો એમ સમજી સમય પૂર્વે જ વાપરે તો પણ પચ્ચકખાણ ન ભાંગે, વાપરતા સાચી વાતનો ખ્યાલ આવે અથવા બીજું કોઇ કહે તો પૂર્વવત્ તેમજ બેઠા રહેવું.
આ ત્રણે આગાર પૂર્વના કાળમાં વિશેષ સંભવિત હતા, કારણ કે પૂર્વેના કાળમાં સૂર્યનું આકાશમાં સ્થાન અને તેના દ્વારા વ્યક્તિના પડછાયાની લંબાઇ પરથી સમય નક્કી થતો, તે મુજબ પચ્ચકખાણ થતું. હવે ઘડીયાળ પરથી નિર્ણય થવાથી ઉપરોક્ત આગારનો વધુ ઉપયોગ થતો નથી.
૬) સવ્વસમાવિવત્તિયાગારેણ - અત્યંત દુર્ગાનને લઇ દુર્ગતિમાં