________________
જવાનું ન થાય તે માટે દુર્બાન અટકાવવા ઔષધાદિ લેવા માટે સમય પહેલા પચ્ચકખાણ પારે અથવા તેવી પીડા પામતા સાધુ વગેરે ધર્મી આત્માઓનું ઔષધાદિ કરવા જનાર વૈદ્ય વગેરે પણ જો અપૂર્ણકાળ પોરિસી વગેરે પચ્ચકખાણ પારે તો પચ્ચકખાણનો ભંગ ન થાય.
( ૭) મહત્તરાગારેણં – પચ્ચખાણથી થતી નિર્જરાની અપેક્ષાએ જેમાં ઘણી મોટી નિર્જરા થતી હોય તેવું સંઘનું અથવા દેરાસરનું અથવા ગ્લાનમુનિ વગેરેનું કોઇ મોટું કાર્ય આવી પડ્યું હોય અને તે કાર્ય બીજા કોઇથી અસાધ્ય હોય તો તેવા પ્રસંગે પરિસી વગેરે પચ્ચકખાણનો સમય પૂર્ણ થતા પૂર્વે વાપરીને જાય તો પણ પચ્ચકખાણ ન ભાંગે.
૮) સાગારિયાગારેણ - સાધુ વાપરતા હોય ત્યારે કોઇ ગૃહસ્થ આવી જાય તો જો તે જતો રહેશે એમ લાગે તો એકાદ ક્ષણ રાહ જોવી, જો તે ત્યાં જ ઊભો રહે કે બેસે તો સાધુ સ્વાધ્યાયવ્યાઘાત વગેરેના ભયથી ઊભા થઇ અન્યત્ર જઇ વાપરે તો પણ એકાશનાદિ પચ્ચકખાણ ન ભાંગે, શ્રાવકની અપેક્ષાએ જેની અશુભ નજર લાગે એવા અન્ય ગૃહસ્થ વગેરે આવી જાય (કે સર્પ, અગ્નિ, પુર, ઘર પડવું વગેરે પ્રસંગો આવી પડે) તો એકાશનાદિમાં વચ્ચે ઉઠી અન્યત્ર જઇ વાપરે તો પણ પચ્ચકખાણ ન ભાંગે.
૯) આઉટણપસારેણ - એકાશનાદિ પચ્ચકખાણમાં હાથ-પગ વગેરે અવયવો લાંબા સમય સુધી સ્થિર ન રાખી શકે તો તેને પસાર કે સંકોચે (લાંબા-ટૂંકા કરે-હલાવે) ત્યારે સહેજ આસન ચલાયમાન થાય તો પણ પચ્ચકખાણનો ભંગ ન થાય.
૧૦) ગુરુઅદ્ભુટ્ટાણેણં - ગુરુ કે વડિલ પ્રાઘુર્ણક (વિહાર કરીને આવેલા મહેમાન સાધુ) સાધુ પધારે ત્યારે વિનય સાચવવા ઉભા થતા પણ એકાશનાદિ પચ્ચકખાણનો ભંગ ન થાય.
૧૧) પારિદ્રાવણિયાગારેણ - આ આગાર સાધુઓને જ હોય છે. વિધિગૃહિત અને વિધિમુક્ત આહારમાંથી વધતા જો પરઠવે તો બહુ દોષ સંભવતો હોવાથી ગુરુઆજ્ઞાથી ઉપવાસવાળા અને એકાશનાદિવાળા સાધુ એકાશનાદિ ર્યા બાદ ફરી આહાર વાપરે તો પણ ઉપવાસ કે એકાશનાદિ પચ્ચકખાણનો ભંગ ન થાય.
આ આગાર એકાશનથી અટ્ટમ સુધીના-પચ્ચકખાણમાં હોય. તેથી આગળ (૪ ઉપવાસ વગેરે) ના પચ્ચકખાણમાં આ આગાર ન હોય.