________________
બગડે છે, માટે આ ૪ નો સદંતર-આજીવન ત્યાગ કરવો જોઇએ અને બાકીની ૬ વિગઈ જેવી કે દૂધ-દહીં-ઘી-ગોળ-તેલ-કડાવિગઇ (તળેલી વસ્તુ), આનો પણ યથાશક્ય ત્યાગ કરવો જોઇએ. આયંબિલ એટલે જેમાં ૬ વિગઈ + લીલોતરીનો સંપૂર્ણ ત્યાગ કરવાપૂર્વક એક જ વાર સાવ લુખ્ખ-સુકું ભોજન હોય.
આ તપનો મહિમા શાસ્ત્રમાં ઘણો બતાવ્યો છે, કોઈ પણ કાર્ય હોય, મંગલ તરીકે આયંબિલ કરવામાં આવે છે,
- મનના વિકારો શાંત કરવા છે તો ઉપાય છે આયંબિલ નો તપ. - મલિન દેવતાઓને વશ કરવા છે, તો ઉપાય છે આયંબિલનો તપ. - સારા દેવતાઓને પ્રસન્ન કરવા છે, તો ઉપાય છે આયંબિલનો તપ. - કાર્યની પૂર્ણાહૂતિ નિર્વિબે થાય તેવું ઇચ્છો છો, ઉપાય છે આયંબિલનો તપ.
સાંભળવા તો ત્યાં સુધી મળે છે કે કોઇ બાળકને જન્મથી આયંબિલનો તપ કરાવાય તો ગમે તેવો સાપ કરડે, તેને કાંઇ થતું નથી અને તેવો તપસ્વી આત્મા યુગપ્રભાવક આચાર્ય બને છે.
g) વિગઇ – ૪ મહાવિગઇનો સદંતર ત્યાગ અને બાકીની ૬ માંથી યથાશક્તિ ત્યાગ કરવાપૂર્વક કરાતું પચ્ચકખાણ વિગઇપ્રતિજ્ઞા તરીકે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત વિગઇનું રૂપાંતરણ કરી નીવી નામનો તપ પણ ઉપધાનાદિમાં કરાવાઈ રહયો છે.
આજે પણ આજીવન આયંબિલ કરનારા મહાત્માઓ વિદ્યમાન છે, તો ઢગલાબંધ જીવો નવપદજીની ઓળી, વર્ધમાનતપની ઓળીના આલંબને આયંબિલનો તપ જીવનમાં ઉલ્લાસથી આદરી રહયા છે.
h) ઉપવાસ - ૪ પ્રકારના કે ૩ પ્રકારના આહારનો સંપૂર્ણપણે ત્યાગ.. એટલે કે સુર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ૪ પ્રકારના આહારનો ત્યાગ તે ચોવિહાર ઉપવાસ અને ૩ પ્રકારના આહારનો ત્યાગ તે તિવિહાર ઉપવાસ...
આ ઉપરાંત ૨ ઉપવાસ, ૩ ઉપવાસ, ૮ ઉપવાસ, ૧૬ ઉપવાસ સુધીના પચ્ચકખાણ એક સાથે લઇને પણ તપશ્ચર્યા કરાય છે, ૩૦-૪૫૬૮-૧૦૮, ૧૮૦ સુધીના ઉપવાસ વગેરેની પણ તપશ્ચર્યા થાય છે, આ ઉપરાંત ઉપવાસ-બિયાસણું-એકાસણું-આયંબિલ વગેરે તપો ભેગા થઇને સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ, કષાયજય તપ વગેરે વિશિષ્ટ તપો પણ લોકો ઉલ્લાસથી આચરે છે, જેની detail પરિશિષ્ટ ૨ માં આપેલ છે, ઋષભદેવ ભગવાનના
-
નં
૫
૧
38.