________________
અત્રે પ્રહર એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયનું અંતર મેળવી તેના ૪ ભાગ કરતા જેટલો સમય આવે, તે પ્રહર કહેવાય... ઉદા. સૂર્યોદય ૬.૩૦ મિનીટ છે અને સૂર્યાસ્ત - ૬.૩૦ નો છે, તો બન્ને વચ્ચેનો સમયગાળો ૧૨ કલાક આવે... આને ૪ વડે ભાગતા પ્રહર નું માપ ૩ કલાક થાય, માટે સૂર્યોદય + પ્રહર = પોરિસી = ૬.૩૦ + ૩.૦૦ = ૯.૩૦ વાગે પોરિસી આવે અને સૂર્યોદય + ૧.૫ પ્રહર = સાઢપોરિસી = ૬.૩૦ + ૪.૩૦ = ૧૧.૦૦ વાગે સાઢપોરિસિ આવે. સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય બદલાતા પ્રહરનું માપ નાનુંમોટું થાય અને તે મુજબ પોરિસિ આદિ પચ્ચક્ખાણના સમય પણ બદલાય... વળી શાસ્ત્રમાં પાણીનો કાળ પણ જે બતાવ્યો છે તે ઉપરોક્ત પદ્ધતિ મુજબ જ ગણવામાં આવે છે.
C) પુરિમâ-અવર્ડ્ઝ - સૂર્યોદયથી ક્રમશઃ ૨ પ્રહર (મધ્યાહ્ન) સુધી તથા ૩ પ્રહર સુધી આહારત્યાગનું પચ્ચક્ખાણ.
d) એકાશન – નિશ્ચલ બેઠકથી (એકવાર બેઠા પછી જેમાં ઊઠવાનું ન આવે તે) એકવાર ભોજન ક૨વું તે, ભોજન બાદ તિવિહાર કે ચોવિહારના પચ્ચક્ખાણ કરવાના... શાસ્ત્રમાં ઉત્સર્ગમાર્ગે સાધુઓને રોજ ફરજિયાત એકાસણું (ગમાં આ મોયળ) ક૨વાનું કહ્યું છે.
C) એકલઠાણું - ભોજનના ટંકમાં એકાસણા જેવી જ મર્યાદા, માત્ર એકાસણામાં સામાન્ય પગ-શરીર આદિનું હલન-ચલન થાય તેની છૂટ હતી, પણ આમાં માત્રને માત્ર જમણો હાથ અને મુખ સિવાય એક પણ અંગોપાંગ હલાવાય નહીં-વાપર્યા બાદ ચોવિહાર કરવાનો રહે.
અત્યાર સુધીની આરાધનાને શાસ્ત્રમાં વ્યવહા૨તપ કહ્યો-રોજિંદા કર્તવ્યસ્વરૂપે કહ્યો, હવેથી શરૂ થતા આયંબિલ આદિને વાસ્તવિકતામાં તપ તરીકે નવાજ્યો છે.
f) આયંબિલ તથા વિગઇ - વાપરવાનું એકજ ટંક, પણ તેમાં ય વિગઇઓનો ત્યાગ કરવો... વિગઇ એટલે શરીરને પુષ્ટિ આપનાર ખાદ્ય દ્રવ્યો. વધુ પડતી વિગઇના સેવનથી જીવનું મન મલિન થાય છે અને જીવ દુર્ગતિ તરફ પ્રયાણ કરી દે છે... આવી વિગઇઓ ૧૦ છે, જેમાંથી મધ-માખણ-માંસ અને દારુ આ ચારને મહાવિગઇ કહે છે, તેનું બંધારણ જ અનેક જીવોની હિંસાથી બને છે, વળી જેના ભોગવટામાં જીવનો સ્વભાવ-શરીર વગેરે બધું જ
૫૦
2.