________________
તપ કરવા કહ્યું-લગાતાર ૬ મહિના સુધી શરીર-મન બન્નેને અનુકૂળ ભોજનાદિ સામગ્રીના ભોગવટાથી દૂર રાખવા કહ્યું છે, પણ તારું એટલું સત્ત્વ નથી, તો કમસેકમ ૫-૪-૩-૨-૧-મહિના સુધી, અરે ! તેટલું ય નહીં તો ૧૬-૮-૩-૧-ઉપવાસ સુધી અને છેવટે આયંબિલ-એકાસણુ-પુરિમુઢ.... એ પણ નહીં તો છેવટે નવકારશી સુધી તો તારા શરીરની જરૂરિયાત અને મનની આસક્તિ પર કાબુ મૂક.. આવી ઉત્તમ ભાવનાથી ૪૮ મીનિટ સુધી ૪ આહારનો ત્યાગ, તે સાચી નવકારશી... ૪૮ મિનિટ સુધી ઇન્દ્રિયોને અનુકૂળ વિષયો નહીં આપવા માટે ફોરવાતું જીવનું વિશિષ્ટ સત્ત્વ જેટલું શક્તિશાળી છે, તેટલું જ દુર્લભ પણ છે. ૪૮ મિનિટ માટે વિષયોના Attraction પરનો કાબુ ૧૦૦ વર્ષના કર્મ ખપાવે, મતલબ ૧ મિનિટ માટે વિષયોના Atraction પરનો કાબુ લગભગ કંઇક અધિક ૨ વર્ષ નારકીમાં રહીને ભોગવવાના દુઃખોનો નાશ કરે છે. જીવના પ્રચંડ સત્ત્વની તાકાત કેટલી બધી ઉત્કૃષ્ટ થઈ. અથવા તો જીવનો વીતરાગપણાનો પ્રગટ થતો સ્વભાવ કેટલો બધો શક્તિશાળી થયો...! બીજું કે આ, સામાન્ય બની ગયેલી નવકારશીની પ્રતિજ્ઞા કેટલી બધી દુર્લભ છે ? દેવતા દ્વારા કરાયેલી પરીક્ષામાં પાસ થવાથી જેના સમકિત પર નિર્મળતાની મહોરછાપ થઇ હતી, તીર્થકર ભગવંતો પ્રત્યેના અતૂટ શ્રદ્ધાભાવ અને ઉછળતા અહોભાવથી જેણે તીર્થકર નામકર્મ નિકાચિત કરેલું તેવા પણ શ્રીકૃષ્ણ મહારાજા, શ્રેણિક આદિ કર્મનિર્જરા કે આત્મકલ્યાણ માટે નવકારશી જેટલું પચ્ચકખાણ કરી ન'તા શકતા... આ જ સાબિત કરે છે નવકારશી આદિ પ્રતિજ્ઞા કરવા વિશિષ્ટ સત્ત્વ જેમ જરૂરી છે, તેવી જ રીતે કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ અને વિશિષ્ટ પુણ્યોદય પણ જરૂરી છે. નવકારશીમાં જો આટલું પુણ્ય અને સત્ત્વ જોઇએ તો પોરિસિ.... આયંબિલ.. ઉપવાસાદિમાં તો અસંખગણુ વધુ પુણ્ય-સર્વે જરૂરી છે, માટે સહજ રીતે મળી ગયેલા આ પચ્ચક્ખાણોની-તપોની મહત્તા અને દુર્લભતા સમજીને તા યથોક્ત આચરણ માટે ઉલ્લસિત બનવું જોઇએ.
6) પોરિસિ તથા સાઢપોરિસિ - સૂર્યોદયથી ૧ પ્રહર અથવા ૧.૫ પ્રહર સુધી ખાદ્ય-પેય પદાર્થોના ભોગવટાનો ત્યાગ તે પરિસિ તથા સાઢપોરિસિ નામનો તપ થયો.