________________
૩) કોટિસહિત - જે તપમાં બે તપના છેડા પરસ્પર એકબીજાને મળે તે... એટલે કે એક તપનો અંત અને બીજા તપની શરુઆત બન્ને ભેગા થયા તે કોટિસહિતનો તપ કહેવાય છે. તેના પણ બે ભેદ છે.
(a) સમકોટિ - પૂર્વેના ઉપવાસ સાથે વર્તમાનના ઉપવાસનું જોડાણ, પૂર્વેના આયંબિલ સાથે વર્તમાનના આયંબિલનું જોડાણ. તાત્પર્ય એ છે કે પ્રથમ ઉપવાસની પૂર્ણતાએ બીજો ઉપવાસ કરે. પ્રથમ આયંબિલની પૂર્ણતાએ બીજું આયંબિલ કરે. આમ, પ્રથમ દિવસનો જે તપ હોય, તે જ તપ બીજા દિવસે ફરી થાય તો સમકોટી.
(b) વિષમકોટિ - પ્રથમ ઉપવાસની પૂર્ણતાએ આયંબિલ-એકાસણા આદિ કરે. પ્રથમ આયંબિલની પૂર્ણતાએ ઉપવાસ-એકાસણા આદિ કરે. તાત્પર્ય છે કે પ્રથમ દિવસ કરતા બીજા દિવસનો તપ અલગ હોય તે વિષમકોટિ.
૪) નિયંત્રિત - “અમુક દિવસે અમુક તપ કરવો' એવો નિશ્ચય કર્યા પછી ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં પણ એ દિવસે એ તપ કરવો જ તે. જિનકલ્પી અને ૧૪ પૂર્વધરોના કાળમાં પ્રથમ સંઘયણી આ પચ્ચકખાણ કરતા હતા, હાલમાં તેનો વિચ્છેદ થયો છે. આના પરથી સાબિત થાય છે કે “જકારપૂર્વકના ઉત્સર્ગના સેવન માટે શારીરિક તથા માનસિક બન્ને શક્તિઓ અતિઆવશ્યક છે. હાલ બન્ને પાવર ઘટ્યા, માટે આ તપનો વિચ્છેદ થયો છે.”
૫) અદ્ધા પચ્ચકખાણ - સમયની, કાળની મર્યાદાવાળુ પચ્ચકખાણતેના પણ ૧૦ ભેદ છે.
a) નવકારશી - સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનીટ) પૂર્ણ થયે નવકાર ગણી પ્રતિજ્ઞા પાળવી તે...
નારકીનો જીવ નરકમાં જઇ ૧૦૦ વર્ષ સુધી પરમાધામી દ્વારા કરાયેલી ઘોર વેદના જેવીકે કરવતથી છેદાવું, આગથી શેકાવું, ગરમ ધૂળથી ભુંજાવું... વગેરે ભોગવે, તેનાથી જે કર્મો ખપે, તેટલા કર્મો પ્રતિજ્ઞાપૂર્વક ૪૮ મિનીટ સુધી ૪ આહારનો ત્યાગ કરવાથી ખપે છે. ઉત્તમ સ્વાદ, ઉત્તમ રૂપ, ઉત્કૃષ્ટ ગંધ અને કોમળ સ્પર્શવાળા ભોજન-પાણીના દ્રવ્યો નજર સામે હોય અને પોતાનું શરીર તથા મન આ બધા પદાર્થોના ભોગવટા માટે સજ્જ હોય, પણ સૂર્યોદય પૂર્વે જ નક્કી થઇ જાય કે-હે જીવ! પરમાત્માએ ૬ મહિનાનો