________________
તપ તરીકે માને છે, પણ તેના પણ ઉત્તરભેદો ઘણા છે, તો હવે અણસણ નામના તપને વિશેષ રીતે સમજવાનો પ્રયત્ન આપણે કરીએ.
૧) અણસણ - ન મશન = અનશન = I , = અશન એટલે ખાવું, જેમાં ખાવાનો ત્યાગ કરાય તેને કહેવાય અણસણ, માત્ર ખોરાક નહીં પણ 3 સUi (અશન), પાપ (પાણી) સ્વી (ખાદિમ-મુખવાસાદિ) સામે (સ્વાદિમ - ફૂટ્યાદિ) મતાંતરે રવામિ (ફળ આદિ) સ્વામિ (મુખવાસ આદિ) ચાર પ્રકારના આહારમાંથી કોઈ પણ ૧,૨,૩ કે ૪ આહારનો અમુક કાળ માટે સંપૂર્ણ અથવા થોડો થોડો પણ ત્યાગ કરાય તેને અણસણ નામનો તપ કહે છે. તેના મુખ્ય બે ભેદ છે.
(૧) ઇત્વરકાલિક અણસણ (૨) યાત્કાલિક અણસણ
૧) ઇત્વરકાલિક અણસણ - પરમાત્માએ સર્વજ્ઞતાના પ્રકાશમાં જીવોની પાત્રતાનું વૈવિધ્ય જોયું, તેમજ દોષો અને તેના-વિપાકોનું પણ વૈવિધ્ય જોયું. આસક્તિ આદિ દોષો અલગ અલગ પદ્ધતિએ જીવને પોતાની જાળમાં ફસાવે છે, ત્યારે સર્વદા-સર્વતઃ કર્મસત્તાની સામે લડવા લાચાર જીવો ક્વચિતુ-વંચિત્ લડવા દ્વારા કર્મસત્તાના જોરને નબળું પાડતા જાય અને પરંપરાએ સર્વદાસર્વતનો જંગ ખેલી મુક્તિસુખને પ્રાપ્ત કરે, તેવા શુભાશયથી પરમાત્માએ પચ્ચકખાણ (આસક્તિને કાબુમાં રાખતી વિરતિ) ૧૦ પ્રકારના બતાવ્યા. આમાં, અમુક નિયત સમય માટે અલગ-અલગ પદ્ધતિથી શરીરને કષ્ટ આપવું, ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોથી દૂર રાખવી-પ્રતિકૂળ વિષયોથી ટેવાડવી વગેરે વગેરે સાધના કરવાની હોય છે. તે ૧૦ પ્રકારના પચ્ચકખાણ નીચે મુજબ છે.
૧-૨) અનાગત-અતિક્રાંત તપ - ક્યારેક વ્યવહારમાં કોઇના લગ્ન આદિમાં જવાનું હોય પણ સાંયોગિક પરિસ્થિતિને લીધે જઇ શકો તેમ ન હોય, તો લગ્ન પૂર્વે કે લગ્ન પછી ૪-૫ દિવસમાં મળી આવશો, તેવી જ રીતે સંઘની કોઇ વિશિષ્ટ જવાબદારી, સાંયોગિક-શારીરિક પ્રતિકૂળતાને લીધે તપાદિ સાધના ઉચિત સમયે થઇ શકે તેમ ન હોય, ત્યારે સાપેક્ષતા ટકાવવા તે તપ આગળ કે પાછળ કરી લેવો જોઇએ.
અનાગત = યોગ્ય સમયથી પહેલા તપ કરી લેવો. અતિક્રાંત = સમય વીત્યા પછી તપ કરવો.