________________
આમ ક્યાંક અણસણનો તપ, ક્યાંક કાયક્લેશ નામનો તપ તો ક્યાંક વિનય-વૈયાવચ્ચાદિ તપો જીવનમાં વણાય તો તે તપને આરાધનાર આત્માના જીવનમાં સુખનો, પુણ્યનો, ગુણોનો વિકાસ થયા વગર રહે નહીં. ચાહે પુણ્યનો ઉદય, તથા સુખની પ્રાપ્તિ ટેમ્પરરી (કામચલાઉ) હોય પણ એક વખત તો તમને-સંસારના દુઃખમાંથી મુક્તિ અપાવીને જ રહે, આનું નામ જ તપ, આવો Problem Shooter તપ આપણા જીવનમાં પણ સમ્યગ્ રીતે આવીને રહે તેવો પ્રયત્ન કરવો જોઇએ.
તપના ભેદ
કર્મબંધનના કારણોમાં અવિરતિને ખૂબ મોટું પાપ બતાવ્યું છે. હિંસાજૂઠ-ચોરી-અબ્રહ્મનું સેવન-પરિગ્રહ આ પાંચ અવ્રત તથા છઠ્ઠું રાત્રિભોજન, પાંચ ઇન્દ્રિયો અને મન પરનો અકાબુ (ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ) આ ૧૨ અવિરતિના પ્રકાર છે. જેને કારણે સતત કર્મોનું આત્મા સાથે જોડાણ થાય છે અને તેના પ્રભાવે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, બાહ્ય-અત્યંતર તપ ઇન્દ્રિયોના વિષયોના ભોગવટાને જ અટકાવે છે, માટે અંદરનો રાગ-દ્વેષ ઘટતો જાય છે. પરિણામે આશ્રવમાં ઘટાડાની સામે નિર્જરામાં વધારો, પરિણામે જીવનું મુક્તિગમન ઝડપી થાય છે, માટે જ તપના પ્રત્યેક ભેદની વિશેષ સમજ જરૂરી છે, મુખ્યતયા તપના બે ભેદ છે.
૧) બાહ્ય તપ – શરીરને કષ્ટ આપવા દ્વારા દેહાધ્યાસ તૂટે અને આત્મા તપે જેથી આત્મા પરના કર્મો દુ૨ થાય.
અત્યંત૨ ગુણોનો ઉઘાડ ક૨વા દ્વારા કર્મોને
૨) અત્યંતર તપ સંપૂર્ણપણે આત્મા પરથી દૂર કરે.
-
આ બન્નેના પાછા ૬-૬ ભેદ પડે છે,
-
તે નીચે મુજબ
છે.
(A) અણસણ (B) ઊણોદરી (C) વૃત્તિસંક્ષેપ (d) રસ
૧) બાહ્યતપ ત્યાગ (e) કાયક્લેશ (f) સંલીનતા.
૨) અત્યંતર તપ - (A) પ્રાયશ્ચિત્ત (B) વિનય (C) વૈયાવચ્ચ (d) સ્વાધ્યાય (e) ધ્યાન (f) કાર્યોત્સર્ગ.
આમ, કુલ ૧૨ તપમાંનો સૌ પ્રથમ તપ અને આપણને સૌથી પરિચિત તપ અણસણનો છે, હાલ વર્તમાનમાં મોટા ભાગના જીવો અણસણને જ
2.
૪૬