________________
દોસ્ત બનાવી જ્યારે જંગ જીતવાનો હોય, ત્યારે માત્ર બળ નહીં પણ કળથી કામ કરવું પડે.... એમ શરીરને કહ્યાગરું બનાવી સાધનામાં જોડવું હોય તો પૂર્વે તેની અનુકૂળતાની ભલે નહીં, પણ આવશ્યકતાની પૂર્તિ કરી લેવી જોઇએ. આવું જિનશાસન કહે છે... અને શરીર એટલું બધું વફાદાર છે કે જેમ-જેમ સાધના વધારતા જાવ, તેમ તેમ શરીર પોતાની આવશ્યકતા ઘટાડતું જાય છે જો વચ્ચે મનરૂપી દલાલ આસક્તિ, ભય આદિનું ઝેર ન નાખે તો.
આમ, ફલિત એ થાય છે કે શરીર-ઇન્દ્રિયો વગેરેને અતિનુકસાન ન થાય તેવા કષ્ટ આપવાપૂર્વક બાહ્યતપાદિ સાધના કરવાની છે. તેનાથી આસક્તિ તુટે છે, અત્યંતર તપ કરવાનું સરળ પડે છે અને આવો અત્યંતર તપ કર્મનિજેરાનું કારણ બને છે.
પ્રશ્ન - શરીરને સાચવીને તપ કરવાનો, તો નબળા શરીરવાળાએ બાહ્યતપ નહીં કરવાનો ?
ઉત્તર - ના, એવું નથી, બાહ્યતા ન કરવો તેવી વાત નથી પણ ભૂમિકાની અપેક્ષાએ જીવોના મુખ્ય ૩ ભેદ છે. ૧) શરીર સાથે અનુકૂળ વર્તે તો પણ મનનું રીએક્શન પ્રતિકૂળ - મંગુ આચાર્ય | કંડરિક વગેરે.. ૨) શરીર સાથે અનુકૂળ વાર્તા તો મનનું રીએક્શન અનુકૂળ અને શરીર સાથે પ્રતિકૂળ વાર્તા તો મનનું પણ રીએક્શન પ્રતિકૂળ.-મરૂભૂતિ, અગ્નિશર્મા વગેરે. ૩) શરીર સાથે પ્રતિકૂળ વર્તે તો પણ મનનું રીએક્શન અનુકૂળ - ગજસુકુમાલ. (નોંધ - અત્રે શરીર સાથેનો અનુકૂળ શબ્દ આવશ્યકતાને આશ્રયીને છે.) શરીરને અનુકૂળ બન્યા પછી પણ મન પ્રતિકૂળ રહે, તેનો તો આત્મા મેલોદાટ જ રહે છે, એવાના જીવનમાં કરાયેલી આરાધના કદાચ અકામનિર્જરા કરી શકે, વિશેષ કાંઇ નહીં. પણ ૨ નંબરના જીવો વિકાસના પગલે ડગ માંડી ચુકેલા છે, તો ત્યાં સંયોગોને આશ્રયીને યોગ્ય વર્તન કરતા જીવનો વધુ વિકાસ થાય છે. ૩ નંબરના જીવો સાધકની ભૂમિકામાં આવી ગયા છે. સુખદુઃખ, સંસાર કે મોક્ષ, કોઇપણ સ્થળ-સંયોગ તેમના માટે વિકાસનું જ કારણ બનવાનું છે. દુનિયાનો નિયમ છે-માંદાને સાજો કરી સત્ત્વની વૃદ્ધિ કરી શકાય પણ માયકાંગલો ક્યારેય સત્ત્વશીલ ન બની શકે.