Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 34
________________ ભારે (ગારવ = ગુરુતા = ભારેપણું) બની સંસારમાં ડૂબી જાય છે, તે ગારવ. આમાંના શાતા-રસગારવ = ૬૬% ભાગ જે શરીરની આસક્તિ સાથે સંકળાયેલા છે, તે જો એક સાથે ઉદયમાં આવે તો જીવની કેવી દુર્દશા થાય ? ૪) ૪ સંજ્ઞામાંથી અપેક્ષાએ સૌથી વધુ જોખમી આહાર સંજ્ઞા છે. બાકીની સંજ્ઞાઓ તેને પુષ્ટ કરે છે. મોટાભાગના જીવોને સંસારમાં રખડાવતી સંજ્ઞા આહારસંજ્ઞા છે. ઉપરોક્ત બધા પર તપધર્મ જ control કરી શકે છે. ઉપરોક્ત કર્મબંધના કારણો દ્વારા આત્માને થતું નુકસાન ધોઇ નાખવાનું કામ તપ કરે છે... મુક્તિ માટે આવશ્યક પાંચ સમિતિમાંથી એષણાસમિતિનું પાલન પણ તપનો અનુરાગ જ કરાવી શકે છે, આમ, અનાદિકાળથી ચાલતા સંસારના વિષચક્રનો નાશ કરવા તપ અમૃતસમાન છે, ભવરૂપી દાવાનલ માટે તપ પુષ્કરાવર્તના મેઘ સમાન છે. તપ આવશ્યક છે, તપ મુક્તિનું અવંધ્યબીજ છે, આત્મરૂપી ભૂમિમાં વવાયેલા ગુણરૂપી બીજ માટે પાણી સમાન છે. આ બધી વાત બરાબર... પણ આ બધું કાર્ય માત્ર અભ્યતર તપ દ્વારા જ સિદ્ધ થાય છે, તો પછી બાહ્યતપકાયક્લેશાદિને પણ તપ તરીકે કેવી રીતે ગણ્યા ? અથવા તો બાહ્યતા શરીરને કષ્ટ આપ્યા સિવાય બીજી શું સમર્થતા ધરાવે છે, જેનાથી મુક્તિસુખની પ્રાપ્તિ થાય ?... વળી શાસ્ત્રના પાને ટંકાયેલા મરુદેવા માતા, ભરત ચક્રવર્તી, વલ્કલચીરી વગેરેને કોઇ બાહ્યતા વગર જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ ગઇ, કારણ માત્ર-માત્રને માત્ર અભ્યતરતપ-ઉત્કૃષ્ટવૈરાગ્ય-આસક્તિનો જડમૂળથી ત્યાગ... સામી બાજુ ગજસુકુમાલજી-અંધકમુનિ-મેતારજમુનિ વગેરે ઘણા આત્માઓ બાહ્યતપથી મુક્તિમાં પહોંચ્યા તેવું દેખાય છે, મારણાંતિક કષ્ટોને, તીવ્ર અશાતાના ઉદયને, unbelivable (કલ્પના કરી ન શકીએ તેવા) કાયકષ્ટને સહન કરી મુક્તિસુખ પ્રાપ્ત ક્યું. તો સાચું શું સમજવું ? મુક્તિનું-અવંધ્યબીજ બાહ્યતા કે અભ્યતરતપ? કષ્ટનો ભોગવટો કે આસક્તિનો ત્યાગ ? શરીરનું દમન કે મનનું દમન ?

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138