Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ (૧) પૂર્વ પ્રકાશક ભાગ્યશાળી શ્રી માસ્તર ન્યાલચંદ ઠાકરશી (લીચ)નો આભાર, જેમણે વિ. સંવત ૧૯૯૬માં આ સુંદર ભાષાંતરિત ગ્રંથનું પ્રકાશન કર્યું. (૨) શ્રી લીંચ જૈન સંઘ જેમણે પુન: પ્રકાશન માટે અનુમતી આપી તેમનો આભાર. પૂર્વના પ્રકાશકની સ્મૃતિ માટે અમોએ પ્રથમ પેજમાં સહપ્રકાશક તરીકે લચ જૈન સંઘનું નામ જોડયું છે. (૩) સાધર્મિક બંધુ શ્રી હસમુખભાઈ બી. શાહ (હાલાર રાસંગપુરવાળા હાલ મુલુંડ) જેમણે પ્રેસની બધી જવાબદારી આત્મીયતાથી નિભાવી તેમનો આભાર. (૪) જયંત પ્રિન્ટરીના માલિક શ્રી છોટુભાઈ જેમણે સમયસર આ કામ પૂર્ણ કરવામાં સુંદર સહકાર આપ્યો તે બદલ તેમનો આભાર. અમને આશા છે કે આ ગ્રંથ મુમુક્ષુ વાચક મહાનુભાવોને ઉપયોગી થશે. પરમકરાણાનિધિ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ સમગ્ર માનવ જાતને અનેકાંત દ્વારા દરેક પ્રશ્નની દરેક બાબત સાચી રીતે સમજવાની એક અમૂલ્ય ષ્ટિનું અસરકારક સાધન દાખવ્યું છે. સુષવાચક મહાનુભાવો પોતે અનેકાંત વાદ આત્મસાત કરી વિવેકબુદ્ધિના ઉપયોગથી ‘સેનપ્રશ્નો' માંથી અને એ જ રીતે કોઈપણ ધાર્મિક ગ્રંથમાંથી આત્મોન્નતિ માટે સાચી સમજપૂર્વકની પ્રેરણા પ્રાપ્ત કરી શકશે. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઉપરોક્ત ભાવનાથી પ્રાય: દુર્લભ આ ગ્રંથ આપના કરકમલ સુધી પહોંચાડવામાં નિમિત્તરૂપ બનવા બદલ સંબંધિત સર્વ કોઈનો અત્યંત આભારી છે. ટોકરશી દામજી શાહ પ્રમુખ રમણીકલાલ ઝવેરભાઈ શાહ મગનલાલ રતનશી શાહ માનદ મંત્રીઓ શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઝવેરરોડ, મુલુંડ (પશ્ચિમ) મુંબઈ-૪૦ ૦૮૦. (સંવત ૨૦૪૯ ઈ.સ. ઓગસ્ટ ૧૯૮૩)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 366